SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરત ચક્રવર્તીનો ટૂંકો સંબંધ ૧૬૫ ૬૦ હજાર વર્ષસુધી – પૃથ્વીતલમાં વારંવાર ભ્રમણ કરતાં આ ક્લેવરને માટે ધિકાર છે કે – મારાવડે અકાર્ય કરાયું. વીર એવો તે બાહુબલી ધન્ય છે. બીજા ભાઈઓ પણ ધન્ય છે. જેઓએ સારાયે સંસારનો ત્યાગ કરીને મોક્ષને પામ્યા. राज्यं चलाचलं प्राज्यं, यौवनं च पतापतम्। लक्ष्मीश्चरा चरायत्र, भवे तत्र स्थिरं कथम् ॥५८॥ मातापिता कलत्राणि, बान्धवा पुत्रसम्पदः जन्तूनां भवकूपान्त:, पततां कोऽपि नाऽविता॥५९।। अनित्यमारोग्यमनित्ययौवनं, विभूतयोजीवितमप्यनित्यम्। अनित्यताभिप्रहतस्य जन्तोः, कथंति कामगुणेषु जायते? ॥६॥ જે સંસારમાં રાજ્ય ચલાચલ છે. મોટું યૌવન પતાપત છે. લક્ષ્મી પણ ચરાચર છે. તે સંસારમાં સ્થિર શું? માતા- પિતા સ્ત્રી – બાંધવો અને પુત્રની સંપત્તિ તે સંસારરૂપી કૂવાની અંદર પડતાં પ્રાણીઓને કોઈ રક્ષણ કરતું નથી. આરોગ્ય અનિત્ય છે. યૌવન અનિત્ય છે. વિભૂતિઓ અને જીવિત પણ અનિત્ય છે. અનિત્યપણાથી હણાયેલા પ્રાણીને કામગુણમાં રતિ (આનંદ) કેવી રીતે થાય? ઈત્યાદિ ભાવના ભાવવાથી હૃદયમાં અનિત્યતાનો વિચાર કરતો - ભરતરાજા શ્રેજ્ઞાનરૂપી પાણીમાં તે વખતે અત્યંત મગ્ન થયો. ઉત્તમ ધ્યાનરૂપી પારાને દેહરૂપી પાત્રમાં નાંખીને ચક્રવર્તિએ લ્યાણ (સુવર્ણ)ની સિધ્ધિમાટે ઉત્તમ ભાવરૂપી અનિવડે (પારો) પકવ કર્યો. (બનાવ્યો) ક્ષપકશ્રેણીમાં ચઢેલા દુષ્કર્મની પરંપરાને ક્ષય કરતાં ભરતરાજા વિશ્વને બોધ કરનારા ક્વલજ્ઞાન પામ્યા. તે વખતે આવીને મહોત્સવ કરતાં ઈદવડે સાધુવેષ અપાયો ત્યારે સુંદર સુવર્ણમય સિંહાસનમાં બેસીને પ્રથમ ચક્રવર્તિએ ધર્મ દેશના તેવી રીતે આપી કે જેથી ઘણા જીવોને વેગથી વૈરાગ્યે થયો. દશ હજાર રાજાઓએ ભરતની પાસે વ્રત લઈને તે વખતે સંસારનો છેદ કરવામાટે ઉગ્ર તપ કર્યું. એક્લાખ પૂર્વવર્ષ સુધી ભવ્યજનોને ધર્મનો પ્રતિબોધ કરતાં ભરતઋષિ (મુનિ) મોક્ષને આપનાર અષ્ટાપદતીર્થ ઉપર ગયા. ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને ત્યાં માસને અંતે ભરતમુનિ સિધ્ધ થયા છે, અનંત ચતુષ્ટય જેમને છે એવા તેમણે મોક્ષક્ષેત્રને સુશોભિત કર્યું. તે વખતે બીજા ઘણા લાખો સાધુઓને પાપનો ક્ષય થવાથી અષ્ટાપદપર્વત તીર્થને વિષે મુક્તિપુરીમાં ગયા. તે પર્વત ઉપર દેવોએ આવીને ભરતઆદિ તપસ્વીઓનો નિર્વાણગમનનો અદ્વિતીય ઉત્સવ હર્ષવડે કર્યો. કહયું છે કે – ભરતરાજાએ કુમારપણામાં ૭૭ – લાખપૂર્વ અને એક હજાર વર્ષ સુધી મંડલીકપણાનો આશ્રય ર્યો. અને એક હજાર વર્ષ ઓછા છ લાખ પૂર્વ સુધી ચક્રવર્તિપણાનું પાલન ક્યું અને એક લાખપૂર્વ કેવલજ્ઞાનનું રક્ષણ (પાલન)કર્યું. ૮૪ – લાખ પૂર્વ સર્વઆયુષ્ય પૂર્ણ કરીને ભરતqલી ત્યાં મુક્તિનગરીમાં ગયા. ભરતરાજાના પુત્ર સૂર્યયશા
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy