SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મહાબાહુરાજા અને ત્રિવિક્રમ રાજર્ષિની કથા છે. વડના વૃક્ષઉપર પુ न्यग्रोधे दुर्लभं पुष्पं - दुर्लभं स्वातिजं पयः । दुर्लभं मानुषं जन्म - दुर्लभ देवदर्शनम् ॥ २२४॥ अनर्घ्याण्यपि रत्नानि - लभ्यन्ते विभवैः सुखम् । दुर्लभ रत्नकोट्यापि - क्षणोऽपि मनुजायुषः ॥२२५॥ છે. અને દેવનું દર્શન દુર્લભ ધનવડે સુખપૂર્વક અમૂલ્ય એવાં રત્નો પણ મેળવાય છે પરંતુ કરોડો રત્નોવડે પણ મનુષ્યના આયુષ્યની ક્ષણ દુર્લભ છે. તે બન્નેએ ( મુનિ અને રાજા ) ક્હયું કે સેંકડો દુખોને આપનાર તીવ્રપાપ અમે ક્યું છે. હે જ્ઞાની ભગવંત! તે પાપથી અમારું છૂટવું કઇ રીતે થશે ? टंकणेन यथाहेम - जलेन लवणं यथा । तथा शत्रुञ्जयस्मृत्या - याति कर्म पुरा कृतम् ॥ २३० ॥ ૧૩૯ – જ્ઞાનીએ ક્હયું કે મનોહર એવા શ્રી શત્રુંજયતીર્થવિના તમારો પાપોથી છુટકારો થશે નહિ. હે રાજન ! આ મુનિને આગળ કરીને સંઘસહિત તું સિદ્ધક્ષેત્ર આદિતીર્થોમાં સમાધિપૂર્વક યાત્રા કર. તે તીર્થમાં મુનિ અને તારા સર્વકર્મનો ક્ષય થવાથી જલદી મોક્ષસુખ થશે. એમાં સંશય નથી. જેમ ટંષ્ણખાર વડે સોનું – પાણી વડે જેમ મીઠું તેમ શત્રુંજયના સ્મરણથી પૂર્વે કરેલું કર્મ નાશ પામે છે. આ પ્રમાણે સાંભળીને રાજા તે સાધુસહિત મહોત્સવ કરતો શ્રી શત્રુંજયતીર્થઉપર દેવોને નમસ્કાર કરવા ગયો. ત્યાં વિસ્તારથી પૂજા કરતાં રાજાને વલજ્ઞાન ઉત્પન્ન થયું અને અનુક્રમે મોક્ષ પણ થયો. ત્રિવિક્રમ મુનીશ્વરને આદરથી ધ્યાન કરતાં સર્વકર્મનો ક્ષય થવાથી તરત જ મોક્ષનું સુખ થયું. તે વખતે તે સિધ્ધપર્વતઉપર ઘણા મુનિઓ કર્મનો ક્ષયથવાથી મોક્ષમાં ગયા ને કેટલાક સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે સાંભળીને ભરતમહારાજાએ શ્રી શત્રુંજ્યઉપર જઇને જિનેશ્વરોને નમસ્કાર કરી અને પૂજા કરી પોતાના જન્મને સલ કર્યો. આ પ્રમાણે મહાબાહુરાજા અને ત્રિવિક્રમ રાજર્ષિનો મુક્તિગમનનો સંબંધ સંપૂર્ણ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy