SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મહાબાહુરાજા અને રિવિઝ્મ રાજર્ષિની ક્યા ૧૩૭ ર્યો.. (મરણ પમાડ્યો) તે દીપડો મરી ગયો ને ભયંકર વનમાં આર્તધ્યાનના વરાથી પુષ્ટઢંધવાલા – ઉન્મત્ત સાંઢ જેવો પાડે થયો. તીવ્ર તપને તપતાં તે મુનિને ત્યાં આવતા જોઈને તે માટે હણવાની ઇચ્છાવાળો રોષવડે લાલ થયો. જ્યારે તે મુનિ પાડાવડે મરણને આપનારા તીવસંકટમાં નંખાયા ત્યારે તે ત્રિવિક્રમમુનિ તેને હણવાની ઈચ્છાવાલા થયા ને તેને હણ્યો. ત્યારે મારીને તે પાડાનો જીવ ઉજજયની નગરીના બાહ્યઉદ્યાનમાં કર્મના નિયોગથી ઉઝઝેરવાળો સર્પ થયો. એક ગામથી બીજે ગામ નિરંતર વિહાર કરતાં ત્રિવિક્રમમુનિ જ્યાં તે સર્પ છે. તે ઉજજયિનીના બાહયઉદ્યાનમાં ગયા. પૂર્વના વૈરથી તે મુનિને જોઈને ઉત્પન્ન થયો છે તીવ્ર ક્રોધ જેને એવો તે સર્પ તેને કરડવા માટે જેટલામાં ગયો તેટલામાં તે મુનિ બીજે ઠેકાણે ગયા. ત્યાં પણ તે સર્પ મુનિને કરવા માટે ગયો. ને તે મુનિ નાસીને બીજે ઠેકાણે ગયા. ત્યાં પણ આવતાં તે સર્પને જોઈને રોષ પામેલા ત્રિવિક્રમયતિએ તેજલેશ્યાના પ્રયોગથી તેને બાળી નાંખ્યો. કહ્યું છે अपूर्वः कोऽपि कोपाग्निः, सज्जनस्य खलस्य च। एकस्य शाम्यति स्नेहात् - वर्धतेऽन्यस्य वारितः॥१८६॥ तं नत्थि घरं तं नत्थि राउलं, देउलंपि तं नत्थि; जत्थ अकारण कुविआ, दो तिनि खला न दीसंति ॥१८७॥ સજજનો અને લુચ્ચાનો કોપરૂપી અગ્નિ કોઈ અપૂર્વ છે. એક્સો કોપાગ્નિ સ્નેહથી શાંત થાય છે બીજાનો અટકાવેલો કોપાનિ વધે છે. એવું કોઈ ઘર નથી. એવું કોઈ રાજલ નથી. એવું કોઇ દેવલ નથી કે જયાં વગર કારણે કોપ પામેલા બે ત્રણ લુચ્ચઓ ન દેખાતાં હોય. અકામ નિર્જરાના યોગથી પૂર્વેકરેલા કર્મનો ક્ષયરતો તે સર્પનો જીવ રાજગૃહ નગરમાં ગરીબ બ્રાહ્મણ થયો. કહયું છે કે:- સંસારનાં બીજભૂત કર્મોનો અહીં ક્ષય કરવાથી – નિર્જરા થાય છે. તે નિર્જરા સકામ અને અકામ એમ બે પ્રકારે કહી છે. સાધુઓને સકામ નિર્જરા જાણવી અને બીજાંપ્રાણીઓને અકામ નિર્જરા જાણવી. કર્મોના ફલરૂપી પાક ઉપાયથી થાય છે. અને પોતાની જાતે પણ થાય છે.. એક વખત એક ગામથી બીજે ગામ જતાં ત્રિવિક્રમયતિ રાજગૃહ નગરની અંદર ભિક્ષા માટે ઘરોને વિષે ભમણ કરતા હતા. કર્મનાયોગે શુધ્ધ અન્નમાટે ઘરે ઘરે ભ્રમણ કરતા તે મુનિ – સર્પનો જીવ એવા બ્રાહ્મણના દ્રષ્ટિના વિષયમાં આવ્યા. ઉત્પન્ન થયો છે રોષ જેને એવો તે બ્રાહ્મણ તે સાધુને મારવાની ઘણી ઈચ્છા કરે છે. પરંતુ ગામની અંદર રાજાના ભયથી તે હણી શક્તો નથી. राजदण्ड भयात्पापं, नाचरन्त्यधमो जनः। परलोक भयात्मध्यः स्वभावादेव नोत्तमः ॥१९४।। કહયું છે કે - રાજદંડના ભયથી અધમ માણસ પાપ આચરતો નથી. મધ્ય પુરુષ પરલોકના ભયથી પાપ આચરતો નથી. ને ઉત્તમ પુરુષ સ્વભાવથી જ પાપ આચરતો નથી. ભિક્ષા લઈને નગરીની બહાર ગયેલા તે મુનિરાજને હણવા માટે તે બ્રાહ્મણ લાકડી સહિત રોષવડે ત્યાં ગયો. ત્યાં શરૂઆતમાં તો બ્રાહ્મણ ઘણાં ફૂરવચનો બોલવાથી ઘણો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy