SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર અનંત મહિમાથી પૂર્ણ – અનંત પુણ્યના ઘરરૂપ – વિવિધ પ્રકારનાં રત્ન –ઔષધિ–કુંડ અને રસકૂપિકા વગેરેની મોટી ઋધ્ધિને ધારણ કરનારું આ તીર્થ છે. જે તીર્થ જોવાથી – કીર્તન કરવાથી સ્પર્શ કરવાથી અને સાંભળવાથી પણ પાપને હરણ કરનારું છે. અને જે (તીર્થ) પ્રાણીઓને ક્ષણવારમાં સ્વર્ગ અને મોક્ષના સુખને આપે છે. હર્યું છે કે - તીર્થરૂપ નગર – બગીચા – પર્વત અને દેશઆદિ ભૂમિમાં ત્રણલોકને પવિત્ર કરનાર શ્રી શત્રુંજય સમાન તીર્થ નથી. અન્ય તીર્થોમાં સેંકડો યાત્રા કરવાવડે મનુષ્યોને જે પુણ્ય થાય છે, તે પાય શત્રુજ્ય મહાગિરિમાં એકમાત્રાવડે થાય છે. તે તીર્થની પાસે રણુંજ્યા નામે નદી છે. તે ઉત્તમ પવિત્ર પાણીથી ભરેલી છે અને અરિહંતનાં ચૈત્યથી વિભૂષિત છે. અને વિરોષે કરીને તીર્થના સંગમથી આ રાત્રેયા નદી પવિત્ર છે... અને તે ગંગા – સિંધુ - નદીના દિવ્યજલ કરતાં પણ અધિકફલ આપનારી છે. જે પૂર્વના સુક્તપુણ્યની એક ભૂમિરૂપ – જુદા જુદા દ્રહોના પ્રભાવથી યુક્ત – ઘણાં આશ્ચર્યને કરનારી પૂર્વદિશામાં વહેતી ગંગા નદી છે. તે ગંગાની જેમ પવિત્ર પાણીથી ભરેલી શત્રુંજયા નદી શત્રુંજયગિરિ સાથે જોડાયેલી પાપોને ધોઈ નાંખે છે. દંબગિરિ અને પુંડરીકગિરિના શિખરની વચ્ચે તે નદીમાં ઘણા પ્રભાવથી યુક્ત કમલ નામે દ્રહ છે. તે બ્રહની માટી લઈને – તે દ્રહનાં પાણીવડે પિંડ કરીને આંખમાં બાંધીને અંધપણા આદિ ઘેષોવાલા રોગોને (લો) હણે છે. તે દ્રહનું પાણી કાંતિ – કીર્તિ અને બુધ્ધિને આપનારું છે. તેમજ શાલિની – ભૂત – વેતાલ – વાતપિત્ત આદિ શેષોને હરણ કરનારું છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારનો સમૂહ દૂર થાય છે. તેમ તેના પાણીનો સ્પર્શ કરવાથી તે તે ઘણા ઉપસર્ગો દૂર થાય છે. દરેક વર્ષે હું પુંડરીકગિરિતીર્થને નમસ્કાર કરવા માટે જાઉ છું અને દ્રહમાંથી અરિહંત પ્રભુના નાત્રમાટે શ્રેષ્ઠ પાણી લાવું છું. સમસ્ત વિળના નાશ માટે મેં આ પાણી રાખ્યું છે. પરંતુ સ્વામી એવા તમને પ્રીતિ કરનારું તે પાણી માટે આપવાનું છે. હે પ્રભુ! રાત્રુંજયનદીમાં ઉત્પન્ન થયેલું આ પાણી મેં તમને ભેટ ક્યું છે. દિગ્વિજ્ય કરતાં એવા તમને તે સર્વ વિબને હરણ કરનાર થશે. પ્રભાસપતિએ કરેલા દેદીપ્યમાન વિમાનઉપર ચઢી ભરતરાજા શ્રી સિધ્ધગિરિ ઉપર જઇ આદરપૂર્વક તીર્થને નમસ્કાર કરતા હતા. શત્રુંજ્યાનદીમાં સ્નાન કરીને, ઉત્તમ તીર્થનો સ્પર્શ કરીને શ્રી શત્રુંજયનું સ્મરણ કરતો રાજા પોતે પોતાના સૈન્યમાં આવ્યો. હે મિત્ર! તીર્થનો પ્રભાવ બતાવવાથી તું મારો સાધર્મિક છે. ભરત મહારાજાએ તેનું સન્માન કરી તેને અનેક દેશો આપ્યા. શ્રી શણુંક્યા નદી અને તેનાં કહના પ્રભાવનું વર્ણન ક, *,...કઇ કઇ કઇ ... આ I !! SALES &... *.* *.1.st/, , , ,
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy