SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી શત્રુંજય-લ્પતિ–ભાષાંતર પૂછ્યું કે તમે ક્યા સ્થાનમાંથી અને ક્યા દેશમાંથી આવ્યા છો? આવવાનું પ્રયોજન શું? અને ત્યાં કંઇક નવું જોયું છે? અને શું નવું સાંભળ્યું છે? તે કહો... પરદેશીએ કહયું કે હું પૃથ્વીઉપર ભ્રમણ કરતા જુદા જુદા ઉદ્યાનોથી શોભતા એવા કુંદપુરની નજીક આવ્યો. ત્યાં નીતિવાલો પ્રજાપાલ નામે રાજા હતો. તેને શ્રીમતી નામની પત્ની હતી. અને સાત પુત્રો હતા.ઘણી યાચનાઓવડે સાત પુત્રો ઉપર એક રૂપથી દેવાંગનાઓને જીતનારી નંદા નામે પુત્રી થઈ. શરૂઆતમાં પુત્રો શ્રેષ્ઠ એવી ધર્મક્તાને કર્મક્તાને શીખ્યા. પછી પિતાએ પણ રાજપુત્રીઓ પરણાવી. પંડિતોની પાસે નિરંતર ભણતી નંદા સરસ્વતીની જેમ શ્રેષ્ઠ વિધરૂપી સમુદ્રનો પાર પામનારી થઈ. કયું છે કે:- પાણીમાં તેલ – લુચ્ચાને વિષે ગુપ્તવાત – પાત્રને વિષે થોડું પણ દાન - ચતુરને વિશે શાસ્ત્ર – પોતાની જાતે વસ્તુની શક્તિથી વિસ્તાર પામે છે. તુષ્ટ થયેલા કોઇક વિધાધરે પુણ્યપાલ રાજાને અગ્નિ ઉત્પન્ન કરનારી વિધા આપી. ધર્મથી શું શું થતું નથી? કહ્યું છે કે ધર્મ એ ધન ઇચ્છનારાઓને ધન આપનારો છે. કામને ઈચ્છનારાઓને કામ આપનારી અને અનુક્રમે તે ધર્મ પરંપરાએ મોક્ષને સાધનારો છે. એક વખત રાજા વિચારવા લાગ્યા કે મારી આ પુત્રી સર્વશ્રેષ્ઠ વિદ્યાઓની જાણકાર – વિનયી અને મનોહર છે. ઉદારતા સત્વ – ધીરજ આદિ મનોહર ગુણોથી યુકત એવો રાજપુત્ર જો વર થાય તો સારું આ પ્રમાણે વિચારીને રાજા નગરીની બહાર મણિમયપીઠ કરાવીને સવારમાં ત્યાં પુત્રીને બેસાડે છે. રાજા કહે છે કે અહીં જે સાત્વિક મનુષ્ય રાજા હોય તે મારી પુત્રીના હાથેથી વરમાલાને ગ્રહણ કરે. તેથી હું તેને સો ગામ સહિત પુત્રી આપીશ અને શ્રેષ્ઠ આઠ હાથીઓ આપીશ અને એક હજાર ઘોડાઓ આપીશ જે રાજા – રાજપુત્ર અથવા ચતુર મનુષ્ય હોય તે આ ન્યા અને પુષ્પમાળાને લેવા આવે. તે વખતે જ્યાની ચારે બાજુ ખાઈની પેઠે યમરાજની જીમ સરખી ઘણી અગ્નિજવાળાઓ થાય છે. તેથી કરીને ભય પામતો કોઇ પણ મનુષ્ય ન્યાના હાથમાં રહેલી પુષ્પમાલાને લેવા માટે આવતો નથી. તેથી તે કન્યા કુમારિકા છે. આ પ્રમાણે સાંભળીને પયપાલ રાજા શ્રેષ્ઠપરિવાર સહિત તે ન્યાને વરવા માટે સારા દિવસે કુડપુરમાં ગયો. ન્યાને માટે અનેક રાજાઓ ભેગા થયા હતા ત્યારે તે પુણ્યપાલ રાજા સાહસનું અવલંબન કરીને એકદમ કન્યા પાસે ગયો. ત્યારે અકસ્માત મોટી પણ અગ્નિજવાલા પુણ્યપાલરાજાના હાથના સ્પર્શથી એક્કમ શાંત થઈ. તે વખતે પ્રજાપાલ રાજાએ પોતાની પુત્રી નંદા પુણ્યપાલ રાજાને શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક આપી. વિવિધ પ્રકારના આભરણ અને વસ્ત્ર વગેરેથી શોભતી શ્રેષ્ઠરૂપને ધારણ કરતી રાજપુત્રી ત્યારે દેવકુમારીની જેમ શોભે છે. स्नानं कर्णवतंसिका च कबरी, पुष्पान्विता साञ्जनं। नेत्रं गात्रविभूषणं सुतिलकं, ताम्बूलमेवालकम्। वासस्चन्दनलेप कञ्चुकमथो, लीलासरोजं लसद् दन्ताभा नखशुक्त्यलक्तरचना, श्रृङ्गारका: षोडश॥६२॥ નાન – કાનના આભૂષણ - ફૂલથી યુક્ત વેણી – અંજન સહિત નેત્ર – ગાત્રનાં આભૂષણ – ઉત્તમ તિલક
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy