SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૨૨ આવ્યા. અહીં ધર્મોપદેશ કહેવાય છે. શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર धम्मिड्ढी - भोगिड्ढी - पाविड्ढी इय तिहा भवे इड्ढी । सा धम्मिड्ढी मन्नइ जा दिज्जइ धम्म कज्जेसु ॥ ३ ॥ ધર્મઋધ્ધિ – ભોગઋધ્ધિ અને પાપધ્ધિ આ પ્રમાણે ત્રણ પ્રકારે ઋધ્ધિ છે. જે ઋધ્ધિ ધર્મકાર્યમાં વપરાય તે ધર્મઋધ્ધિ કહેવાય છે. सा भोगड्ढी गिज्जड़ सरीरभोगम्मि जीड़ उवओगो । जा दाणभोगरहिया सा पाविड्ढी अणत्थफला ॥४॥ જેનો ઉપયોગ શરીરના ભોગવટામાં કરાય ( થાય ) તે ભોગઋધ્ધિ કહેવાય છે. અને જે ઋધ્ધિ દાન અને ભોગથી રહિત છે. તે પાપઋધ્ધિ અનર્થના લવાલી છે. पाविड्ढी पाविज्जइ फलेण पावस्स पुव्वविहिअस्स । पावेण पाविणा वा इत्थत्थे सुणह दिट्टंता ॥५॥ પૂર્વે કરેલાં પાપના ફલવડે – પાપવડે – પાપધ્ધિ પમાય છે. અથવા પાપીવડે પાપ ઋધ્ધિ પમાય છે. અહીં આગળ દ્રષ્ટાંત સાંભળો ચક્વર્તિએ ધર્મોપદેશ સાંભળીને જિનેશ્વરને હયું કે હે ભગવન ! પૃથ્વીતલમાં ઉત્કૃષ્ટતીર્થ ક્યું છે ? પ્રભુએ કહયું કે તમારો પુત્ર પુંડરીક ગણાધિપ જે તંગગિરિ ઉપર ઘણા સાધુઓ સહિત મુક્તિએ જશે. તે કલ્યાણસુખ મોક્ષસુખ ને આપનારા દુંગનામના પર્વતપર અતીત – અનાગતને વર્તમાન કાલમાં કેટલાક જિનેશ્વરો મોક્ષમાં જશે અને સમોસરશે. અને કેટલાક જ્ઞાની સાધુઓ સમોસરશે. અહીંથી ચોથી ચોવીસીમાં ચંદ્રવેગ નામના જિનેશ્વર ઘણા સાધુઓ સહિત મુક્તિમાં ગયા છે. શ્રી ચંદ્રવેગ જિનેશ્વરનો શ્રી શત્રુંજયપર પધાર્યા તે સંબંધ કલ્યાણ નામના નગરમાં ચંદ્રરાજાને પદ્મા નામની પ્રિયા હતી. અને સુંદર ગુણરૂપી માણિક્યના ઘરસરખો ચંદ્રચૂડ નામે પુત્ર હતો. એક વખત રાજાએ ધર્મઘોષ સૂરીશ્વરને પૂછ્યું કે હે ભગવંત ! પૃથ્વીતલમાં શ્રેષ્ઠ રત્નો ક્યાં છે ? ગુરુએ કહયું કે રત્નો દ્રવ્ય અને ભાવના ભેદથી આલોક અને પરલોકમાં સુખ આપનાર હોવાથી બે પ્રકારે છે. દ્રવ્યરત્નો પૃથ્વીપર પથ્થરમય ઘણાં છે. હે રાજન ! તે ધર્મથી પ્રાપ્ત થાય છે. પરંતુ તે ક્યારે પણ સ્વર્ગ અને મોક્ષના સુખોને આપી શક્યાં નથી. પરંતુ જ્ઞાન – દર્શન ને ચારિત્રરત્નો નિરંતર સુખ આપે છે. જે મનુષ્ય હંમેશાં ભક્તિવડે તે જ્ઞાન – દર્શન – ચારિત્રની આરાધના કરે છે. તે મનુષ્ય નિશ્ચે મોક્ષ અને સ્વર્ગના સુખને પામે છે. તેમાં સંશય નથી. તે વખતે રાજા ગુરુપાસે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy