SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર પ્રમાણે મારી પાસે ધર્મ સાંભળીને તે લેપ નામના વણિકે મિથ્યાત્વનો ત્યાગ કરી તે વખતે જૈનધર્મ સ્વીકાર્યો. તે પછી તે વણિક કૂવા – તલાવ – વગેરે ધર્મય તરીકે કરતો નથી. કરાવતો નથી. અને તેની અનુમોદના પણ નિશ્ચે કરતો નથી. તેથી મિથ્યાત્વી લોકો તેને ઉદ્દેશીને આ પ્રમાણે કહે છે કે આ લેપશેઠ જૈનધર્મનો આશ્રય કરનારો મૂર્ખ થયો. ક્યું છે કે ક્લની પરંપરાથી આવેલા એવા ધર્મને છોડીને બીજા ધર્મનો જે આશ્રય કરે છે તે હે પુત્ર ! પરલોકમાં ઘણાં દુ:ખો પામે છે. શ્રાવકો પ્રશંસા કરે છે. આ પુણ્યશાલી ધનવાન એવો લેપશેઠ આલોક ને પરલોકમાં સુખની શ્રેણીને પામશે. તેમાં સાંય નથી. લેપશેઠ લોકોના વચનને મનમાં નિશ્ચે ધારણ કરતો નથી. પરંતુ જિનેશ્વરે વ્હેલા ધર્મને હંમેશાં કરે છે. ક્હયું છે કે :'सर्वथा स्वहितमाचरणीयं - किंकरिष्यति ? जनो बहुजल्प: । વિદ્યતેમ નહિ ઋશ્ચિતુપાય:, સર્વતો પરિતોષ તે ય: રૂદ્દા ૨૦ હંમેશાં પોતાનું હિત આચરવું જોઇએ. બહુ બોલનારો લોક શું કરશે ? સર્વ લોકને સંતોષ કરવાનો કોઇ ઉપાય હોતો નથી. આ બાજુ ત્યાં દૂરથી પણ આવતાં શિવભૂતિને સાંભળીને લેપ ગુરુનાં ચરણોને નમવા માટે ન આવ્યો. તે પછી રોષ પામેલો તે તાપસ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ લેપ જૈનધર્મનો આશ્રય કરવાથી નિશ્ચે પાપી થયો છે. તે શિવભૂતિ તાપસ નગરની અંદર આવ્યો. લેપને નમવા નહિ આવેલો જોઇને અત્યંત રોષવાલો થયો. જ્યારે તે શિવભૂતિ ગુરુવડે બોલાવાયેલો લેપ ન ગયો ત્યારે ગુરુ ત્યાં પોતે જઈને લેપને હેવા લાગ્યા. હે દુષ્ટાત્મા ! તેં ઊભા થવું, નમસ્કાર કરવા વગેરે આદર કર્યો નથી તેથી તારી દુર્ગતિ થશે. લેપે ક્હયું કે હંમેશાં સ્નાન આદિ ધર્મને કરનાર કરાવનાર અને તેને અનુમોદનાર જલ્દી દુર્ગતિમાં જશે. માછીમારને એક વર્ષવડે (વર્ષમાં) જે પાપ થાય છે તે પાપ ગાળ્યા વગરના પાણીનો સંગ્રહ કરનાર એક દિવસમાં પામે છે. ચિત્તની અંદર રહેલું તે પાપ તીર્થના સ્નાનવડે શુધ્ધ થતું નથી. સેંકડો વખત પાણીવડે ધોયેલ મદિરાનું પાત્ર જેમ અપવિત્ર રહે. તેમ, તે પછી તાપસે હયું કે તારું સારું નહિ થાય. આ પ્રમાણે શાપ આપીને તાપસ ( તપસ્વી ) પોતાના સ્થાને ગયો. તે પછી લેપ ગુરુની પાસે હંમેશાં શ્રાવકની પ્રતિમાને કરતો મોક્ષગમનને ઉચિત ક્લ્યાણને ઉપાર્જન કરે છે. દર્શન પ્રતિમા વ્રત પ્રતિમા – સામાયિક પ્રતિમા – પૌષધ પ્રતિમા – પ્રતિમા ( નામની ) પ્રતિમા – સચિત્તવર્જન પ્રતિમા – આરંભવર્જન પ્રતિમા – પ્રેયવર્જન પ્રતિમા – ઉદ્દિષ્ટવર્જન પ્રતિમા – શ્રમણભૂત પ્રતિમા - અબ્રહ્મવર્જન પ્રતિમા – ઇત્યાદિ પ્રતિમાઓ કરીને દશ કરોડ સુવર્ણનો ત્યાગ કરીને તે લેપશ્રાવકે શુભભાવથી મારી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગચ્છને ધારણ કરનાર ગુણના ભંડાર – એવા હે ગૌતમ ! તે લેપમુનિને શુભભાવથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે સ્વામિની પાસે સાંભળીને તે વખતે ઘણા સાધુઓ કેવલજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિઉપર મોક્ષ પામ્યા. તે પછી વીરભગવંતે બીજે ઠેકાણે વિહાર કર્યો અને ઘણા ભવ્યજીવોને પ્રતિબોધ કરીને ગૌતમ ગણધરે તે પણ બીજે ઠેકાણે વિહાર કર્યો. શ્રી વીરપ્રભુનો શત્રુંજયમાંઆવવાનોસંબંધ સંપૂર્ણ -
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy