SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર રહેલી લક્ષ્મીની સંખ્યાને જરાપણ જાણતો નથી. ગુણરાજ પોતાની મનોહર ક્લાઓ બતાવતો હંમેશાં રાજા અને લોકોને માન્ય થયો. પિતાએ શેઠની કન્યાઓ બન્ને પુત્રોને પરણાવી. ધર્મના અનુરોધથી ( તેને નજરમાં રાખીને ) તેઓ હંમેશાં ત્રીજો પુરુષાર્થ ( કામ ) કરતા હતા. યું છે કે : ૧૧૬ त्रिवर्गसंसाधनमन्तरेण-पशोरिवायुर्विफलं नरस्यः, तत्रापि धर्मं प्रवरं वदन्ति, न तं विना यद्भवतोऽर्थकामौ ॥ ११० ॥ ત્રણ વર્ગની સાધના વિના મનુષ્યનું આયુષ્ય પશુની જેમ નિષ્ફલ છે. તેમાં પણ ધર્મને શ્રેષ્ઠ યો છે. કારણકે ધર્મ વિના અર્થને કામ થતાં નથી. એક વખત શેઠ બન્ને પુત્રો સહિત જ્ઞાનીની પાસે ગયો. અને ધર્મ સાંભળીને ક્હયું કે આ બન્ને પુત્રોએ પૂર્વભવમાં શું ધર્મ કર્યો હતો ? ગુરુએ કહયું કે રમા નામની નગરીમાં કુબેર શેઠના ઘરમાં ભીમ અને સોમ નામના બે ચાકર ઘરસંબંધી કામ કરે છે. શેઠ દેવમંદિરમાં શ્રેષ્ઠપુષ્પોવડે જિનદેવની પૂજા કરતા હતા ને મુક્તિગમનને યોગ્ય ઘણું પુણ્ય ઉપાર્જન કરતા હતા, એક વખત તે કુબેરશેઠે ચંદ્રનામના પુત્રના વિવાહના ઉત્સવમાં પક્વાન્ત વગેરે શ્રેષ્ઠરસોઇ કરાવી. મધ્યાન્હ સમયે તે શેઠના ઘરે વિહાર કરવા માટે બે સાધુઓ જેટલામાં આવ્યા તેટલામાં તેમનો પુત્ર ચંદ્ર વિચારવા લાગ્યો કે આજે મારો વિવાહ હોવાથી પિતાના આ ઘરમાં મોદક આદિ શ્રેષ્ઠ સુંદર રસોઇ થઇ છે. જો આ બંને દેદીપ્યમાન સાધુઓને કંઇક અન્ન અપાય તો મારો જન્મ અને લગ્ન શ્રેષ્ઠ થાય. ક્હયું છે કે : पश्चादत्तं परैर्दत्तं लभ्यते वा न लभ्यते । स्वहस्तेन च यद्दत्तं लभ्यते तन्न संशयः ।। ११८ ॥ " પછી આપેલું અને બીજાએ આપેલું તેનું ફલ મલે કે ન મલે. પરંતુ પોતાના હાથે જે અપાયું હોય તેનું ફલ નક્કી મલે છે. તેમા સંશય નથી. નિર્ભાગી જીવોથી સાતક્ષેત્રોમાં ધન વાપરી શકાતું નથી. જે પાત્ર આદિન વિષે વાવ્યું (વાપર્યું ) હોય તે ઇચ્છિત ફલને આપે છે. આ પ્રમાણે વિચારીને ચંદ્ર ઊભો થઈને લાડવાથી ભરેલો થાલ ઉપાડીને આપવા લાગ્યો . તે બન્ને સાધુ ગ્રહણ કરતા નથી. ચંદ્રે તે બન્ને સાધુને બળાત્કારે પાંચ લાડુ અને બીજું શુધ્ધ અન્નપાન શ્રેષ્ઠભાવથી આપ્યું. તે વખતે આગળના સાધુએ ક્હયું કે અહીં સોમસૂર આચાર્ય પરિવાર સાથે પધાર્યા છે ને હે ચંદ્ર ! તેઓનો પરિવાર હમણાં મોઢે છે. સાધુને વિશુધ્ધ એવો જે લાડુ વગેરે આહાર ક્લ્પી શકે તેવો હોય તે મારા ક્લેવાથી તમે આપશો તો તેથી તમને પુણ્ય થશે. તે વખતે ત્યાં રહેલા ( ચાકર ) ભીમે આ જોઈને વિચાર કર્યો કે આ ચંદ્રે સાધુને લાડવાવગેરે આપ્યાં તે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy