SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર મુંજ નામના નગરમાં ધર્મથી શોભતાં મુંજ નામના શેઠને પદ્માનામની પત્નીથી ઉત્પન્ન થયેલો મંડન નામે સુંદર પુત્ર થયો. તે મંડનપુત્ર અનુક્રમે મોટો થતાં પંડિતો પાસે તેવીરીતે ભણાવાયો કે જેથી તે ધર્મમાં અને કર્મમાં કુશલ થયો. હયું છે કે:- વિદ્વાનપણું ને રાજાપણું ક્યારે પણ સરખું નથી. રાજા પોતાના દેશમાં પૂજાય છે. વિદ્વાન સર્વઠેકાણે પૂજાય છે. વિનીત ને સરળહૃદયવાળો તે મંડપુત્ર હંમેશાં શેઠે કહેલું કામ કરતો હતો અને તેથી સર્વને મનગમતો થયો. એક વખત શેઠે શિખામણ આપતાં પુત્રને કે હિતને ઇચ્છતા એવા આત્માએ ક્યારે પણ વૃધ્ધને – મોટાને ઉત્તર ન આપવો.(સામે ઉત્તર આપવો એટલે એમની સામે જીભાજોડીન વી.)એક વખત પિતાનું વચન અંગીકાર કરીને તે મંડપુત્ર ઘરનું બારણું બંધ કરીને શય્યામાં બેઠો. આ બાજુ શેઠ આવ્યા. અને કહયું કે હે પુત્ર! હમણાં ઊભો થાઅને ઘરનું બારણું ઉઘાડ. મારે હમણાં કામ છે. પિતાનું વચન ચિત્તમાં યાદ કરતાં સરળઆશયવાલા મંડને અંધકારના ભયથી બીતા તેને જરા પણ જવાબ ન આપ્યો. પિતાએ ઘણું કહયા પછી ચારઘડી પછી પોતાના કામ માટે ઘરનું બારણું ખોલ્યું. પિતાએ કહયું કે હે પુત્ર! તે શા માટે ઘરનું બારણું ઉઘાડ્યું નહિ. પુત્રે કહ્યું કે હે પિતા ! મેં આપનું વચન પાળ્યું. પિતાએ કહયું કે મારું વચન કઈ રીતે કર્યું? તે પછી પુત્રે કહયું કે હે પિતા તમે કહયું હતું કે હે પુત્ર! ઉત્તર ન આપવો. વૃધ્ધને પ્રત્યુત્તર આપવો નહિ. તેથી મેં તમને પ્રત્યુત્તર ન આપ્યો. કારણકે સુખની ઈચ્છાવાલા ઉત્તમપુરુષોએ પિતાનું વચન પાલન કરવું જોઈએ પિતાએ કહયું કે હે પુત્ર! આવું કાર્ય હોય ત્યારે જવાબ આપવો જોઈએ. તે પછી પુત્રે પિતાને મિચ્છામિ દુકકડ આપ્યું. ઘણા કાલસુધી પિતાની ઉત્તમ વિનયપૂર્વક સેવા કરી મંડનપુત્રે ગુસ્પાસે દીક્ષા લીધી. દીર્ધકાલ સુધી સંયમનું પાલન કરી ચોથા મન:પર્યવજ્ઞાનને પામી ઘણા સાધુઓ અને દેવોવડે આશ્રય કાયેલાએ શત્રુંજયગિઉિપર ગયા. બાહય અને અત્યંતર ભેદથી બાર પ્રકારે હંમેશાં તપને રતાં મંડનસાધુ પંચમ જ્વલજ્ઞાન પામ્યા. તે પછી મંડનમુનિ અનેક પ્રાણીઓને જૈનધર્મનેવિ બોધરીને પુંડરીકગિરિપર મુક્તિનગરીને પામ્યા. ઈત્યાદિ ઘણી ધર્મકથા કહીને નમિજિનેશ્વરે ત્યાં લોકોપાસે સંયમ ગ્રહણ કરાવ્યું. શ્રી નેમિજિનેશ્વરના ધર્મોપદેશથી ઘણા મનુષ્યો જ્ઞાનપામીને મોક્ષે ગયા, ને કેટલાક દેવલોકમાં ગયા. આ રીતે શ્રી નમિજિનેશ્વરે ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરી બીજાં ઘણાં ભવ્યોને બોધપમાડવા માટે પૃથ્વીતલઉપર વિહાર ર્યો આ પ્રમાણે શત્રુંજયપર થી નમિનાથ જિનેશ્વરને આવવાનું સ્વરૂપ સંપૂર્ણ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy