SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર નામ આપ્યું. અનુક્રમે વ્રતગ્રહણ કરી સર્વકર્મના સમૂહનો એકી સાથે ક્ષયકરી મુનિસુવ્રત તીર્થકર કેવલજ્ઞાન પામ્યા. શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વી ઉપર ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં મુનિ અને દેવતા સહિત શ્રી સિધ્ધગિરિ ઉપર સમવસર્યા. ત્યાં મર્યાદા પ્રમાણે પોત પોતાના માટે નકકી કરેલા સ્થળ પર બાર પર્ષદા બેઠી ત્યારે શ્રી મુનિસુવ્રતતીર્થકરે પ્રાણીઓની આગળ ધમોપદેશ આપ્યો. તે આ પ્રમાણે : – લ્યાણ નામના નગરમાં ભાનુરાજાની રુકિમણી નામની પ્રિયાએ સુંદરલક્ષણોવડેયુક્ત શ્રેષ્ઠપુત્રને જન્મ આપ્યો. રાજાએ પુત્રનો જન્મોત્સવ કરી પુત્રનું નામ “રુપ " આપ્યું અને તે પાંચ ધાવમાતાઓવડે સ્તનપાનવડે વૃધ્ધિ પમાડાયો. યૌવનને પામેલો પુત્ર ભણાવાયો અને પિતાવડે ભીમરાજાની પુત્રીને પરણાવાયો. અને તે સ્ત્રી સાથે ભોગોને ભોગવતો હતો. તે બાલકને નિરંતર લાડવા જ ગમતા હતા તેથી લોકમાં ચારે તરફ “મોદક પ્રિય" એ પ્રમાણે તેનું નામ થયું. એક વખત વસંતıમાં સવારે ઊભો થઈને મોદકપ્રિય નર્તકીસહિત નર્તોપાસે નૃત્ય કરાવતો હતો. માતાએ દિવસના મધ્યભાગમાં શ્રેષ્ઠ એવા મોકો મોલ્યા. તે વખતે તેણે તે પરિવારને આપ્યા. ને તે પછી કુમારે પોતે પણ ખાધા. હયું છે કે : - उत्तमै सह साङ्गत्यं-पण्डितै: सहसंकथाम् अलुब्धैः सह मित्रत्वं कुर्वाणो नावसीदति ॥१३॥ अमृतं शिशिरे वहिल, -रमृतं क्षीर भोजनम्। अमृतं राजसन्मान,-ममृतं प्रियदर्शनम्॥१४॥ ઉત્તમમાણસોની સાથે સંગતિ કરનાર. પંડિતોસાથે વાતચીત કરનાર. ને સંતોષી સાથે મિત્રતા કરનાર દુઃખ પામતો નથી. શિશિર ઠંડી સ્તુમાં અગ્નિ એ અમૃત છે. દૂધનું ભોજન એ અમૃત છે. રાજાનું સન્માન એ અમૃત છે. ને પ્રિય માણસનું દર્શન એ અમૃત છે. મોદકોવડે સેવકો સાથે સાંજનું ભોજન કરીને રાજપુત્રે રાત્રિના છેલ્લા પહોરે નૃત્યને બિંધ કરાવ્યું. પોતે ત્રણસો પંચ નમસ્કાર (નવકાર મંત્રી ગણીને જેટલામાં સૂએ છે. તેટલામાં ગુદામાંથી વાયુ નીલ્યો. નાકમાં પ્રવેશ કરેલી દુઃખદાયી એવી દુર્ગધને જાણીને વિચારવા લાગ્યો કે આ મોદકરોગ છે. વસ્તુની આવા પ્રકારની અપવિત્રતા છે. શરીરમાં મિષ્ટાન પણ વિષ્ટારૂપ થાય છે. ને અમૃત પણ મૂત્રરૂપે થાય છે. તે શરીરને માટે કોણ પાપ કરે ? આ કાયા રસ – લોહી – માંસ – મેદ – હાડકાં – મજજા – વીર્ય –આંતરડાં – વિષ્ટા આ બધી અપવિત્રતાનું સ્થાન છે. તે કાયાની પવિત્રતા ક્યાંથી હોય? નવ દ્વારમાંથી ઝરતા દુર્ગધી રસના ઝરણાથી (ઝરવાવડે) ચીણા એવા દેહમાં પણ જે પવિત્રતાની લ્પના કરવી, તે મોટા મોહની ચેષ્ટા છે. (અહીં અશુચિનાં સુભાષિતો કહેવાં) જો આ પ્રમાણે શ્રેષ્ઠલાડવા પણ દુર્ગધપણાને પામ્યા. તો આ શરીર શું દુષ્ટગંધપણાનો આશ્રય નહિ કરે ? કસ્તૂરી વગેરે વસ્તુઓ શરીરના આશ્રયપણાને પામેલી ક્ષણવારમાં આવા પ્રકારના અશુચિપણાને પામી. ખરેખર આ જગત આવું છે. મોદકપ્રિયકુમારે આ પ્રમાણે સર્વજગતની અશુચિતાને અપવિત્રતાને જાણીને હાથી – ઘોડા વગેરેનો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy