SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય લ્યવૃત્તિ-ભાષાંતર લક્ષ્મી વાપરે તો તે લક્ષ્મી સ્થિર થાય. આ પ્રમાણે પ્રિયાએ ઘણો ઉપદેશ આપ્યા છતાં પણ કાલવણિક કોઈ ઠેકાણે ધર્મમાં થોડું પણ ધન આપતો નથી.. એક વખત કાલ સૂતો હતો ત્યારે સ્વપ્નમાં લક્ષ્મદિવીએ આ પ્રમાણે કહયું. હું તારું પુણ્ય ક્ષય થવાથી તારા ઘરમાંથી જઇશ. આ લોકમાં તે થોડો પણ દાનવગેરે ધર્મ કર્યો નથી. જેનું પુણ્ય હોય તેના ઘરમાં હું હંમેશાં રહું છું. કહયું છે કે જ્યાં ગુરૂઓ પૂજાતાં હોય, જ્યાં ન્યાયથી ઉપાર્જન કરેલું ધન હોય. જ્યાં દાંતને (ખાવાનો) કજિયો ન હોય. હે ઈદ ! ત્યાં હું રહું છું. જે જુગારી હોય – પોતાના માણસોનો દ્વેષ કરનારો હોય. ધાતુવાદી હોય. હંમેશાં આળસુ હોય. આવક - જાવકનો વિચાર કરનારો ના હોય, ત્યાં હું રહેતી નથી. સવારે પત્નીની આગળ લક્ષ્મીએ હેલું રાત્રિ સંબંધી વૃતાંત કહયું ત્યારે પ્રિયાએ કહયું હે પતિ ! મેં પણ હયું હતું કે ધર્મમાં ધન વાપરો. હે પતિ ! હમણાં પણ જો લક્ષ્મી દાનધર્મમાં વાપરવામાં આવે તો લક્ષ્મી સ્થિર થાય, કારણ કે લક્ષ્મી પુણ્ય સાથે બંધાયેલી છે. સમસ્ત – બધી લક્ષ્મી સાતક્ષેત્રમાં વાપરી અનુક્રમે રાત્રિમાં નમસ્કારમંત્રને યાદ કરીને સુખપૂર્વક નિદ્રાવડે સુઈ ગયો. કહયું છે કે: – જેઓ સુખભોગના કારણ નિમિત્તે ખરાબ લોકો – કુપાત્રને વિષે દાન આપે છે તે હાથી વગેરે થયેલાં તે દાનથી ઉત્પન્ન થયેલાં સુખને ભોગવે છે. જેમ સારી રીતે ખેડેલા ખેતરમાં ધાન્ય વધે છે, અને તેની હાનિ થતી નથી તેવી રીતે સુસાધુને દાન આપવામાં ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે.. જેવી રીતે એક – તલાવમાં ગાય અને સર્વે પાણી પીધું. સર્પનેવિલે તે ઝેરરૂપે પરિણમે છે. ગાયને વિષે દૂધ તરીકે ઉત્પન્ન થાય છે. તેવી રીતે શીલરહિત અને સુશીલવગેરેને તે દાન પરલોકમાં નિષ્ફલ ને સફલ થશે. પાત્ર વિશેષવડે તેને પુણ્ય થાય. કાલવણિક્વડે કરીને સર્વલક્ષ્મી વપરાયેલી જાણીને લક્ષ્મદિવી તેનાં ઘણાં પુણ્યથી બંધાયેલી બોલી - તારું ઘર લક્ષ્મીવડે ભરાઇ ગયું છે. આ પ્રમાણે તેણે ઘણા દિવસ સુધી ધન વાપર્યું તો પણ બીજા દિવસે સવારમાં તેણે લક્ષ્મીથી ભરેલું પોતાનું ઘર જોયું. આ પ્રમાણે વીસ દિવસને અંતે કાલે ગુરુની પાસે આવીને હર્ષથી આ પ્રમાણે પરિગ્રહનું પરિમાણ લીધું. ર૦ – હજાર ક – દશ મકાન – આઠ ભેંસ – એક સ્ત્રી - દશ ગાય – દશ બળદ – ૨૦ ઘોડા – ૩૦ પલ – સોનું – રૂપું – આ પ્રમાણે અભિગ્રહ લઈને તે વખતે કાલ સુખી થયો. તે વખતે અકસ્માત પુત્ર રહિત રાજા મરી જવાથી મંત્રીશ્વરોએ બળાત્કારે તે કાલને દેદીપ્યમાન ઉત્સવપૂર્વક રાજય આપ્યું. કાલે તે વખતે રાજ્યમાં શ્રી ઋષભદેવ પ્રભુનું બિંબ સ્થાપન કરી, પોતે સેવક બની પ્રભુના બે ચરણોને સેવવા લાગ્યો. પરિગ્રહનું પરિમાણ પાલન કરતો કાલરાજા જિનભૂપ ( જિનરાજાના) ધનવડે ઘણાં જિનમંદિરે કરાવતો હતો. કાલે પોતાના પદપર પોતાના પુત્ર ભીમને સ્થાપન કરી આઠ હજાર વણિકપુત્રો સાથે દીક્ષા લીધી. જિનેશ્વર ભગવંતના સિધ્ધાંતને શાસ્ત્રોને ભણી અનુક્રમે આચાર્યપદ પામી લાખો પ્રાણીઓને જિનધર્મમાં પ્રતિબોધ ર્યો. હજાર સાધુઓ સાથે તે સૂરિરાજ પ્રાણીઓને પ્રતિબોધ કરતાં શ્રી શત્રુંજય પર્વત પર આવ્યા. ત્યાં કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી કાલસૂરિ ઘણા સાધુઓ સહિત મોક્ષ પામ્યા. આ પ્રમાણે ધર્મોપદેશવડે ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરી શ્રી શીતલનાથ તીર્થકરે તે પર્વતપરથી બીજે કાણે વિહાર ર્યો. આ પ્રમાણે શ્રી શીતલનાથ તીર્થક્ટનું શીશત્રુંજયપર આવવાનું સ્વરૂપ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy