SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના શ્રી શત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાં નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું; પંખી માહે જેમ ઉત્તમ હંસ, કુળમાહે જેમ ઋષભનો વંશ, નાભિતણોએ અંશ; ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત: (૧) શ્રી સીમંધર સ્વામીએ સમવસરણમાં બારે પર્ષદામાં મીઠા મધુરા-માલકોશ રાગમાં દેશના આપતા સૌધર્મેન્દ્રને સ્વમુખે કહ્યું કે હે ઈન્દ્ર ચૌદ ભુવનમાં આ તીર્થ જેવું અનુપમ મહિમાવાળું લ્યાણ કરવાના સ્વભાવવાળું એકેય તીર્થ નથી. એવા આ તીર્થના અપૂર્વમહિમા–પ્રભાવને કહેતા-પર૯-વર્ષ જૂના-૧૪રર૪–ગાથાના પ્રમાણવાલા શ્રી શત્રુંજય લ્પ " નામના મૂળ સંસ્કૃત ટીકાવાળા ગ્રંથનું જે આ ગુજરાતી ભાષાંતર થયું છે. તે ગ્રંથની પ્રસ્તાવના લખવાનું જે સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું તેના માટે હું મારા જીવનને ધન્ય ધન્ય માની રહ્યો છું. મારા જીવનમાં આનાથી વધુ સારો ક્યો પ્રસંગ આવવાનો છે? સહુ પ્રથમ તો આવું મોટું કામ કરવા માટે આ નાના મુનિરાજને એમની લાગણી – એમની જ્ઞાનપિપાસા ને તમન્નાને ધન્યવાદ આપવા ઘટે છે. પ્રત્યેક જૈન માનવા માટે શ્રી શત્રુંજ્ય એ પરમ શ્રદ્ધેય વસ્તુ છે. તેના માટે તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરવા હરદમ તૈયાર હોય છે. તેથી જ આવાં ન કલ્પી શકાય તેવાં કામો સંપૂર્ણ થઈ શકે છે. આપણા પરમ પવિત્ર અને આધાર ભૂત આગમોમાં શ્રી શત્રુંજ્ય માટે જ્ઞાતા ધર્મકથાગ – અંતકૃદેશા ને સારાવલી પયત્નો આ ત્રણમાંજ તેના આધારો પ્રાપ્ત થાય છે. તેમાંના પહેલા બે આગમો આપણી પાસે ચાલુ વાચન-શ્રવણમાં આવે છે. પણ ત્રીજું આગમ જે સારાવલી પયનો છે. તે આપણને આજદિન સુધી પ્રાપ્ત થયો નથી. એટલે તેનું વાંચન-શ્રવણ આપણને પ્રાપ્ત થયું નથી. પણ સંપાક મુનિરાજે હસ્તલેખિત જ્ઞાનભંડારમાંથી શોધ કરીને પૂ. આ. ભ. શ્રી નરેન્દ્ર સાગર સૂરિજી પાસે વાંચન કરીને બનતા પ્રયને શુદ્ધ કરીને આ ગ્રંથના બીજા ભાગમાં પૂર્તિના વિભાગમાં મૂળ મૂક્ત છે. એટલે શ્રી શત્રુંજય માટેનો આગમનો ત્રીજો આધાર પણ આપણને મલી ગયો છે. શોધ કરનારને શું નથી ? જગતમાં કહેવત છે ને કે શોધ કરનારને ધૂળમાંથી સોનું મલે છે તેમ, ફક્ત તેના માટે પ્રયત્ન જ જોઈએ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy