SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયમાં સુમતિનાથ ભગવાનના સમવસરણનું સ્વરૂપ ૮૧ કૃપણ પુરુષો નીચે જવાની ઇચ્છાવાલા તેમાં (જમીનમાં) ધનને નાંખે છે. ને સપુરુષો ઊંચા ફલની ઇચ્છાવાલા મોટા ચૈત્યઆદિમાં ધન વાપરે છે. એક વખત શ્રી ગુસ્પાસે હસ્ત ગુસ્ના બે ચરણોને નમીને ધર્મ સાંભળવા જેટલામાં બેઠો તેટલામાં ગુરુએ કહયું કે : • अभयं सुपत्तदाणं, अणुकंपा-उचिअ कित्तिदाणं च। दोहिं वि मुक्खो भणिओ, तिन्निवि भोगाइअं दिति ॥१४॥ न कयं दीणुद्धरणं, न कयं साहम्मिआण वच्छलं। हिअयम्मि वीयराओ, न धारिओ हारिओ जम्मो॥१५॥ व्याजे स्यात् द्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम्। क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं भवेत्॥१६॥ અભયદાન – સુપાત્રદાન – અનુકંપાદાન – ઉચિતદાન ને કીર્તિદાન એ પ્રકારે દાન છે. પહેલા બે દાનવડે મોક્ષ હયો છે. અને પછીના ત્રણ દાન ભોગવગેરે આપે છે. જેણે દીનનો ઉધ્ધાર નથી, સાધર્મિકોનું વાત્સલ્ય ક્યું નથી. હૃદયમાં વીતરાગને ધારણ ક્યું નથી, તે જન્મ હારી ગયો છે. વ્યાજમાં ધન બેગણું થાય છે. વ્યાપારમાં ચારગણું થાય. ખેતરમાં સોગણું થાય અને પાત્રમાં અનંતગણું થાય. આ પ્રમાણે ધર્મ સાંભલીને હસ્તે કહયું કે જિનેશ્વરને નમસ્કાર કર્યા વિના જમવું નહિં. ને પાણી પીવું નહિ. ને ક્યારે પણ સૂવું નહિ. એક વખત તે જિનેશ્વરને નમસ્કાર ર્યા વિના જેટલામાં જમવા બેઠો તેટલામાં પત્નીએ કહયું કે હે સ્વામી ! તમે આજે જિનેશ્વરને નમ્યા નથી. હસ્ત ઉભો થયો ત્યારે પત્નીએ કહયું કે હાથને પવિત્ર કરો. હસ્તે કહયું કે હાથને ધોતાં તેમાં રહેલું ઘી ચાલી જાય. હાથને ઢાંકીને જિનમંદિરમાં જઈને જિનેશ્વરને નમીને કેટલામાં જલ્દી ચાલ્યો તેટલામાં પાછલથી દેવે કહયું કે હું ગોમુખ નામે યક્ષ હું તારી ઉપર જિનેશ્વરની ભક્તિથી તુષ્ટ થયો છે. તેથી મનગમતું વરદાન માંગ. તને તે હું હમણાં આપીશ. શેઠે હયું કે સ્ત્રીને પૂછીને હું વાંછિત માંગીશ. તે પછી હસ્ત તેવા પ્રકારની અવસ્થાવાલો સ્ત્રીની પાસે જઈને બોલ્યો હે પ્રિયા ! મારીઉપર ગોમુખ યક્ષ તુષ્ટ થયો છે. હું શું માંગું? તે તું કહે. પ્રાણપ્રિયાએ કહયું કે યક્ષની પાસે સારીબુધ્ધિ માંગ. યક્ષ પાસેથી સારી બુધ્ધિ માંગીને શેઠ આવીને બોલ્યો કે હે પ્રિયા ! પાણી લાવ. હું હાથ ધોઈ નાંખુ. પ્રિયાએ કહયું કે તમારા હાથે લાગેલું ઘી ચાલ્યું જશે ! હસ્ત બોલ્યો કે હાથ મુખને પગ ધોયા વગર જમીશ નહિ પત્નીએ વિચાર્યું કે મારો પતિ બુધ્ધિમાન થયો છે. તેથી હસ્તે હાથને ધોઈને ઘી ને કાઢી નાંખ્યું. આ બાજુ તે નગરમાં રાજાએ પોતે કરાવેલા સરોવરમાં થાંભલો સ્થાપના કરીને નગરજનોની આગળ આ પ્રમાણે યું. સરોવરની પાળ ઉપર રહેલો જે મનુષ્ય થાંભલાને ઘેરીવડેવીટશે અને પોતાની બુધ્ધિના વિસ્તારથી (બલથી) પટહસ્તિને તોલશે. તેને હું માન આપી મુખ્યમંત્રીનું પદ આપીશ.આ પ્રમાણે સાંભળીને હસ્ત રાજાની સાથે સરોવરપર ગયો. શરૂઆતમાં
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy