SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર ગાથાર્થ : શ્રી નેમિનાથ પ્રભુને વજીને ( છોડીને) શ્રી ઋષભદેવથીમાંડીને વીરપ્રભ સુધીના ત્રેવીસ તીર્થંકશે જયાં સમોસર્યા છે. તે વિમલગિરિતીર્થ જ્યવંતુ વર્તો. ટીકાર્ય :- બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુ તે સિવાયના એવા શ્રી ઋષભદેવ – અજિતનાથ વગેરે - વર્ધમાન સ્વામી સુધીના ર૩ તીર્થકરો જે ગિરિપર સમોસર્યા છે. તે વિમલગિરિ – શત્રુંજ્ય નામે પર્વત જગતને વંદનીય એવો જય પામો. આ પ્રમાણેનો સંબંધ છે. ત્યાં પ્રથમ શ્રી ઋષભ જિનેશ્વરના સમવસરણનું સ્વરૂપ કહેવાય છે. - ' શ્રી ગુરુષભદેવ શ્રી શત્રુંજ્યપર પધાર્યા તે સંબંધ એક વખત વિહાર કરતાં શ્રી ઋષભદેવસ્વામી દેવોવડે પૂજવા લાયક એવા શત્રુંજયતીર્થઉપર સાધુઓના લ્યાણ માટે સમોસર્યા. ત્યાં શ્રી ઋષભપ્રભુએ દેવો અને મનુષ્યોની આગળ પાપને હણનારી વાણીવડે ધર્મોપદેશ ર્યો. હંમેશાં બંધુજનોને વિશે વિરોધીપણું – રોગીપણું મૂર્ખજનો સાથે સોબત – ફૂરસ્વભાવ – કડવી વાણી - ક્રોધીપણું એ નરકમાંથી આવેલા મનુષ્યોનું ચિહન છે. સ્વર્ગમાંથી વેલાને આ જીવલોકમાં ચાર પદાર્થ હંમેશાં હૃદયમાં વસે છે. દાનનો પ્રસંગ – નિર્મલવાણી - દેવપૂજા ને સદગુરૂની સેવા. दुर्वारा वारणेन्द्रा: जितपवनजवाः, वाजिनः स्यन्दनौघाः । लीलावत्यो युवत्यः प्रचलितचमरै भूषिताराज्यलक्ष्मी: उच्चैः श्वेतातपत्रं चतुरुदधितटी, संकटा मेदनीयं; प्राप्यन्ते यत्प्रभावात् त्रिभुवनविजयी, सोऽस्तु नो धर्मलाभः ॥५॥ દુ:ખે કરીને વારી શકાય એવા હાથીઓ–પવનના વેગને જીતનારા ઘોડા–રથનાસમૂહો-ક્રીડાવાલી યુવતીઓચાલતાં (વીંઝાતા) ચામરોવડે ભૂષિત રાજ્યલક્ષ્મી. મોટુતછત્ર-ચાર સમુદ્રના છેડાવાળી એવી આ પૃથ્વી જેના પ્રભાવથી પ્રાપ્ત થાય છે તે ત્રણ ભુવનમાં વિજયી એવો ધર્મલાભ તમને હો. ત્યાં રહેલાં પ્રભુના લાખપ્રમાણવાલા શ્રેષ્ઠમુનિઓ ક્વલજ્ઞાન પામી મુક્તિપુરીમાં ગયા. તે પછી શ્રી ઋષભદેવપ્રભુ વિહાર કરીને લોકોને પ્રતિબોધ કરતાં ફરીથી સાધુઓની મુક્તિમાટે શત્રુજ્યપર સમવસર્યા. તે વખતે ત્યાં પ્રભુના પચાસ હજાર રોક્તપસ્વીઓએ અનુક્રમે કેવલજ્ઞાન પામી મુક્તિરૂપીનગરીને અલંકૃત કરી. આ પ્રમાણે અસંખ્યવાર ત્યાં આવીને શ્રી આદીશ્વર પ્રભુએ સાધુઓને અને ઘણાં ભવ્યજનોને મુક્તિપુરી પાડી. કહયું છે કે :- ઋષભદેવપ્રભુ નવાણું પૂર્વસુધી વિહાર કરતાં દેવો સાથે પ્રથમ તીર્થ એવા શત્રુંજયમાં સમવસર્યા ૬,૯૮,૫૪, ૪૦,0900,,00 ઓગણસિત્તેર કોડાકોડી–પંચાશી લાખ કોડી–૪૪–હજાર કરોડ-આટલી વાર શ્રી ઋષભદેવપ્રભુ શ્રી શત્રુંજયઉપર સમવસર્યા.ત્યાં પ્રભુની વાણી સાંભળીને ચારિત્ર અંગીકાર કરી જેઓ મુક્તિ પામ્યાં છે તેઓની સંખ્યા પંડિતો પણ જાણતાનથી. એ પ્રમાણે ઋષભદેવ જિનેશ્વરનો શત્રુંજય પર આવવાનો સંબંધ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy