SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મનાભ વગેરે ભાવિપ્રભુનું શ્રી શત્રુંજ્યમાં આગમન યવંતુ વર્તો. ટીકાર્થ :- તેમજ પદ્મનાભ વગરે અસંખ્યાતા ભાવિજિનેશ્વરો જે સિધ્ધગિરિઉપર સમવસરશે તે ગિરિ સિદ્ધક્ષેત્ર નામે વર્તે છે આથી તે વિમલગિરિપર્વત જયવંતો વર્તો. અહીં કથા કહે છે. : મગધદેશમાં દેવનગરસરખા રાજગૃહ નગરમાં વૈરીરૂપી હાથીનો નાશ કરવામાં કેશરી સિંહસરખા પ્રસેનજિત નામે રાજા હતા. તે રાજાને નિર્મલ પરાક્રમવાલો શ્રેણિકના પ્રથમ પુત્ર થયો. જુદી જુદી સ્ત્રીઓ થઇ. ને નવી નવી કાંતિવાલા પુત્રો થયા. રાજાએ વિચાર્યું કે હમણાં મારે સો પુત્રો છે. પરંતુ પરીક્ષા વિના હમણાં રાજ્યયોગ્ય પુત્ર જાણી શકાય નહિ. स्वर्णरूप्यमणीकुम्भि - वाजिननृस्त्री मु (सु) खादि वा । परीक्ष्य सत्तमैर्ग्राह्यं, यथा धर्मोऽत्र धर्मिणा ॥४॥ ૧ સોનું રુપું–મણિહાથી-ઘોડા-માણસ–સ્ત્રીનાંસુખ વગેરે પણ સારામાણસોએ પરીક્ષા કરીને ગ્રહણ કરવા જોઇએ. જેમ ધર્મીપુરુષવડે ધર્મ પરીક્ષા કરીને ગ્રહણ કરાય તેમ, તેથી પક્વાન્તથી ભરેલા કરંડીયા – પાણીથી ભરેલાં કોરા ઘડા, રાજાએ ઘરની અંદર મુકાવ્યાં. રાજાએ પુત્રોને બોલાવીને કહયું કે તમારે ખાવું ને પાણી પીવું. પરંતુ કરંડીયાઓ અને ઘડાઓ દૃઢપણે બાંધેલા છે તે ઉઘાડવાં નહિ. સર્વે ભૂખ્યા થયેલા ભાઇઓને શ્રેણિકે કરંડીયાઓને હલાવીને ઘડાઓને વસ્ત્રોવડે ઢાંકીને – કપડું નીચોવીને ભાઇઓને જમાડયા ને પાણી પીવડાવ્યું. અને પોતે ભાઇઓ જમ્યા પછી જમ્યો. રાજાએ શ્રેણિકની બુદ્ધિ જાણીને પોતાના મનમાં વિચાર કર્યો કે આ પુત્રોમાં આજપુત્ર રાજ્યનેયોગ્ય છે. બીજા નહિ કહયું છે કે : वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् । नारीपुरुषतोयाना - मन्तरं विद्यते महत् ॥ १०॥ ઘોડા—હાથી—લોઢું–લાકડું–પત્થર-વસ્ત્ર-સ્ત્રી પુરુષ ને પાણીનું મોટુ અંતર હોય છે. તે પછી સાકર – ઘી – દૂધથી ભરેલા પાત્રોમાં પુત્રો જમવા બેઠા ત્યારે રાજાના આદેશથી ભૂખ્યા એવા કૂતરાઓને તે પાત્રમાં ખાવામાટે વેગથી રાજાએ એકાંતમાં પરીક્ષા કરવા માટે ફરીથી છોડયાં. ખીર ખાવા માટે કૂતરાઓ આવ્યા ત્યારે રાજપુત્રો નાસી ગયા. તે વખતે બુધ્ધિનું ભાજન એવો શ્રેણિક ઊભો ન થયો. કુમારોવડે છોડી દેવાયેલા એવા એંઠાં ભાજનોને તે કૂતરાઓ તરફ નાંખતો રાજપુત્ર શ્રેણિક જમવા લાગ્યો. રાજમંદિર સળગ્યું ત્યારે પ્રથમ પુત્ર શ્રેણિક જલ્દી ભંભા લઈને નીકળ્યો. બીજાઓ રેશમી વસ્ત્રવગેરે લઇને ઘરમાંથી નીકળ્યાં. તે પછી રાજાએ કહયું કે હે શ્રેણિક ! તું અહીંથી હમણાં ચાલ્યો જા તું ભંભાને વગાડતો ઘરે ઘરે ભિક્ષાથી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy