SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવલોકોમાં દરેક પાથડે [પ્રત] તમામ વિમાનોના આધારભૂત એક ભૂમિ હોય કે નહિ? ઉત્તર:–“તમામ વિમાનોના આધારભૂત એક ભૂમિ હોતી નથી,” એમ સમજાય છે. કેમકે-ભગવતીજી વિગેરે સૂત્રોમાં પૃથ્વીના પ્રશ્નમાં રત્નપ્રભા પૃથ્વીથી --- લઈ સિદ્ધશિલા સુધી આઠજ પૃથ્વીઓ બતાવી છે, અધિક કહી નથી. ૧-૩૫ પ્રશ્ન: ઠાણાંગ સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં હોયf jનના એ પદની ટીકામાં લિવા ગૃહીત તિવા મુન્ આ ભાંગામાં રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે? કે કોઈ બીજી રીતે ઘટે? ઉત્તર:-રાત્રિભોજનની ચૌભંગીમાં વિવાહીત-લિવામુવમ્ આ ભાંગાનું રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી છે. કેમકે, દશવૈકાલિકની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ અને પફબી સૂત્રની ટીકામાં સન્નિધિ પરિભોગના અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે.ll૧-૩૬ પ્રશ્ન: મનુષ્ય અથવા પશુ દેવલોકમાં ઉપજે, તેને પ્રાય: કરીને પૂર્વભવના નામથી ઓળખાવવામાં આવે છે, તેનું શું કારણ? દેવલોકમાં દેવોનાં શાશ્વતાં નામ નથી હોતાં? ઉત્તર:–દેવલોકમાં જન્મેલાઓને પૂર્વભવના નામોથી દેખાડવામાં અહીંના લોકોને સરળતાથી સમજાવી શકાય છે. નહિંતર, દેવલોકમાં પણ વિમાન-આસન વિગેરેનાં શાશ્વત નામો સંભવે છે જ. ૧-૩૭ના શ્ન: યોગવિધિના છેલ્લા ભાગમાં લખ્યું છે કે-“પ્રભાતિકાલ વૈરાત્રિકકાલના સ્થાનમાં સ્થપાય છે.” તો આ સ્થાપન આકસંધિ વિગેરે કારણો હોય, તો સ્થપાય કે બીજાં કારણો હોય ત્યારે? ઉત્તર:-વૈરાત્રિકાલના સ્થાનમાં પ્રભાતિક કાલ જે સ્થપાય છે, તે આકસંધિ વિગેરે કારણો હોય, અને ગુરુમહારાજા આજ્ઞા ફરમાવે, તો તેમ કરવું સુઝે છે. યોગવિધિ વિગેરે ગ્રંથમાં તે પ્રમાણે જ બતાવ્યું છે.r૧-૩૮ પ્રશ્ન: “પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય દેવોએ અને નારકોએ પણ બાંધવું જોઈએ, છતાં તે વખતે આયુષ્ય બાંધ્યું ન હોય, ને છમાસને ત્યાં સુધી ઘટાડતા જાય કે-છેવટ સર્વ જઘન્ય આયુષ્ય બંધ કાલ (જે અંતર્મુહૂર્તનો હોય તે) તથા શેષકાલ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy