SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૫.પૂ.આ. શ્રી સેનસૂરિજી મહારાજનું સંક્ષિપ્ત જીવનકવન જન્મ-દીક્ષા: મારવાડમાં જેસલ પહાડની પાસે આવેલા નાડલાઈ ગામમાં કર્મા શાહ નામે ઓસવાલ જૈન રહેતા હતા. તેમની પત્ની, કોડમ દેવીએ વિ.સં. ૧૬૦૪ હા. સુ. ૧૫ના રોજ એક બાળકને જન્મ આપ્યો. આ બાળક ગર્ભમાં હતો ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહને જોયો હતો. આથી તેનું નામ જયસિંહ રાખ્યું. કમશાહે સં. ૧૬૧૧માં પત્નીની સંમતિ મેળવી શ્રી વિજયદાનસરિ પાસે દીક્ષા લીધી. દીક્ષામાં કમલવિજ્ય નામ રાખીને વિજ્યશ્રીહીરસૂરિજીના શિષ્ય કરવામાં આવ્યા. વિ.સં. ૧૬૧૩ જેઠ સુદ ૧૧ના રોજ સૂરતમાં માતા કોડમદેવી અને પુત્ર જયસિંહ એ બંનેને શ્રી વિજયદાનસૂરિએ દીક્ષા આપી. પુત્ર જયસિંહકુમારને આચાર્ય શ્રી વિજયહીરસૂરિના શિષ્ય બનાવી તેનું નામ જયવિમલ રાખવામાં આવ્યું. શ્રીવિજય દાનસૂરિએ જયવિમલમુનિને પાટણ આચાર્ય શ્રી હીરસૂરિ મ.ની પાસે મોકલ્યા. જયવિમલ મુનિ ગુરને સમર્પિત બનીને જ્ઞાન મેળવવામાં મગ્ન બન્યા. પદયાતિ: આચાર્ય શ્રીદાનસરિ મ. સં. ૧૬૨૧ વૈ. સુ. ૧૨ના રોજ પાટણ પાસેના વડલી ગામમાં સ્વર્ગસ્થ થયા. શ્રી સંઘે આચાર્ય શ્રી હીરસૂરિ મ.ને ગચ્છનાયક બનાવ્યા. આચાર્ય શ્રી હીરસૂરિ મહારાજાએ મુનિ જયવિમલને સં. ૧૬૨૬ ફા. સુ. ૧૦ ખંભાતમાં પંન્યાસ બનાવ્યા. તથા સં. ૧૬૨૮ ફા. સુ. ૭ અમદાવાદના અહમદપરામાં ઉપાધ્યાય પદ આપીને તુરત જ આચાર્ય પદ આપીને તેમનું નામ આચાર્ય શ્રીવિજ્યસેન સૂરિ રાખ્યું. ત્યાર બાદ સં. ૧૬૩૦ પોષ સુદ ૪ના રોજ આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મ.ને ભટ્ટારક પદ આપી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા. આચાર્ય શ્રી હીરસૂરિ મ. સં. ૧૬૩૯ મહા માસમાં ગંધારથી ફત્તેહપુર સિકી તરફ વિહાર કર્યો. રસ્તામાં આ. શ્રી સેનસૂરિ મ.ને મળીને ગચ્છ રક્ષા માટે યોગ્ય વ્યવસ્થા બતાવી. વાદમાં વિજ્ય: ખરતર ગચ્છવાળાઓએ સં. ૧૯૪૨ના ચોમાસામાં પાટણમાં મોટી સભામાં આ. શ્રી સેનસૂરિ મ.ને શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા. મહો. શ્રી ધર્મસાગર ગણીના પ્રવચન પરીક્ષા' ગ્રંથ માટે આ શાસ્ત્રાર્થ યોજાયો હતો. ૧૪ દિવસ સુધી આ શાસ્ત્રાર્થ ચાલ્યો. અંતે આ. શ્રી સેનસૂરિ મ. આ શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો. આચાર્ય શ્રીસેનસૂરિજીએ સં. ૧૬૪૩ ફા. સુ. ૧૧ના રોજ અમદાવાદમાં
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy