SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા કરશે. આખી જીંદગીમાં બીજું કાંઈ પણ કરવાનું ન હોવાથી આ જ સાધના નિશ્ચિત ધોરણથી, શાંત મનથી, એકાગ્રતા પૂર્વક કેમ થાય? તેની જ ગોઠવણ સહેલાઇથી કરી શકાય તેવી છે. પદસ્યોશ્રી આચાર્ય ભગવંતો, શ્રી ઉપાધ્યાયો, પ્રવર્તકો, પંન્યાસ મહારાજાઓ, ગણિ મહારાજાઓ, વિગેરે પદસ્થ પુરષો રાજ્યતંત્ર કરતાં પણ વધારે સૂક્ષ્મ તત્ત્વોવાળું અને આંટી ઘૂંટીથી ભરપૂર શાસન રૂપ રાજ્યતંત્રના મુખ્યમાં મુખ્ય અમલદારો જેવા હોવા, જૈન શાસન મારફત આખા જગતના ધાર્મિક જીવન તત્ત્વના મહાનું રક્ષક, વ્યવસ્થાપક, સંચાલક, અને પ્રેરક વર્ગ છે. વ્યવસ્થિત ગોઠવાયેલી શ્રી સંઘની આંતર સ્થિતિ ઉપર બરાબર કાબુ મેળવવા સાથે, શ્રી શાસનના હિતને માટે એક અદના મુનિ તરીકેની સર્વ ફરજોમાં સંતોષકારક રીતે સિદ્ધ થઈ ચૂકવા ઉપરાંત બાહ્ય સંજોગો તરફ નજર રાખી પોતાની દર્શન શુદ્ધિ કરવામાં તત્પર રહી શકે. તીર્થો, મંદિરો, આગમોની રક્ષા અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયાસો કરી શકે. શ્રી સંઘની પ્રતિષ્ઠા અને સકળ જગતુમાં માનબુદ્ધિ ઉત્પન્ન કરી શકે, વધરાવી શકે. ઈતર ધર્મોવાળા સાથેનો મર્યાદિત સંબંધ કેળવી શકે. કોઇની વિરુદ્ધ પ્રચાર કાર્ય ન કરે, પણ દરેકનો સહકાર ઉચિત મર્યાદામાં જાળવી રાખે. પરંતુ કોઈપણની તરફથી આક્ષેપોની પહેલ થાય, તો જરૂરીઆત વિચારીને યોગ્ય પ્રસંગ હોય, તો તેના સચોટ પ્રતિકાર કરે. શાસન ઉપર આવી પડતી કોઇ પણ આફત સામે સંપૂર્ણ બચાવ કરી શકવાની તમામ સામગ્રી શાસનમાં ગોઠવી રાખે. શાસનના કાર્યમાં ગમે તેવા મતભેદ વચ્ચે પણ અટુટ એકતા કેળવવામાં પાછી પાની ન જ કરે. રાજ્યસત્તા જે સ્થળે જે જાતની હોય, તે તે સ્થળની રાજ્યની સત્તાઓ સાથે વિરોધ ન કેળવે, પરંતુ સહકાર કેળવે, અને ઉપદેશ શક્તિ, તપોબળ, પ્રભાવ, કાર્યકુશળતા વિગેરેની મદદથી શાસનના હિતનાં કાર્યો કરાવી લેવા, અને અહિતના પ્રસંગો દૂર કરાવી લેવા, ગામે ગામના સ્થાનિક સંઘો અને તેમાંની ધાર્મિક-મંદિર, ઉપાશ્રય વિગેરે સંસ્થાઓની વ્યવસ્થા અને બંધારણો ચાલુ છે, તેવા વ્યવસ્થિત કરી આપવા. નવા કરવાની જરૂર છે જ નહીં. તેના ઉપર વિહારના કામે મુનિ મહારાજાઓની દેખરેખ રહે, અને દરેકની એક વાક્યતાથી તેમાં પ્રગતિ કરાવે, તેવી ગોઠવણ કરવી ૩૨
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy