SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ માહાત્મ વિગેરેમાં તો “ત્રણ કોડ સાધુઓ સાથે મુક્તિ ગયા” એમ કહ્યું છે. તો તે બન્નેય ભિન્ન જાણવા? કે એક જાણવા? ઉત્તર:-બન્નેય ઠેકાણે કહેલ રામ તો એક જ છે, પરંતુ પદ્મચરિત્રમાં પ્રધાનપણાથી રામનું જ કથન છે. અને શત્રુજ્ય માહાત્મમાં તો પરિવાર સહિત રામનું કથન છે. માટે આમાં ગ્રંથકારનો જે અભિપ્રાય હોય તે જ પ્રમાણ છે.-૮૨ા . પ્રશ્ન: શાલિભદ્રને માટે ગોભદ્રદેવ અલંકાર વિગેરે વસ્તુ લાવતા. તે વસ્તુ વૈક્રિય હતી? કે ઔદારિક હતી? ઉત્તર:–અલંકાર વિગેરે વસ્તુઓ ઔદારિક હતી, એમ જણાય છે. ૩-૮૨૮ પ્રશ્ન: વૈકિય કલ્પવૃક્ષનાં કુલ માળા વિગેરે નિર્માલ્ય અને ગંધ વિનાનાં થાય? કે નહિ? ઉત્તર:–વૈક્રિય કલ્પવૃક્ષનાં પુષ્પ વિગેરે વિશરારુતાને પામે એટલે કે વીંખાઈ જાય. પણ ગંધ વિનાનાં થાય નહિ. IT૩-૮૨૯૫ પ્રશ્ન: સાધ્વીને વાંદવામાં શ્રાવકો અણુનાદ માવતિ પસ૩મો છે. આવા આ શબ્દો બોલે? કે બીજા બોલે? ઉત્તર:-શ્રાવકો સાધ્વીને નમસ્કાર કરવામાં તેવા શબ્દો બોલે છે.૩-૮૩૦ પ્રશ્ન: કેલા પરમાણુઓએ ત્રસરેણુ થાય? ઉત્તર:-અનંતસૂમ પરમાણુઓએ એક વ્યવહાર પરમાણ થાય છે, અને આઠ વ્યવહાર પરમાણુઓએ એક ઉતશ્મણ ગ્લક્ષિણકા થાય છે, અને તે આઠે કરી એક ઋક્ષણશ્યક્ષિણકા થાય છે, અને તે આઠે કરી એક ઊર્ધ્વરેણ થાય છે, અને તે આઠે કરી એક ત્રસરણ થાય છે. આ બધાનો ભાવાર્થ એ આવ્યો કે ૪૦૯૬ વ્યવહાર પરમાણુઓએ એક ત્રસરણ થાય..૩-૮૩૧. પ્રશ્ન: સૂક્ષ્મ પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવર જીવો છે, તેમાં કયો જીવ અગ્નિ, થાંભલો, વિગેરે ભેદીને ગમન કરી શકે છે? ઉત્તર:–અગ્નિ અને થાંભલા વિગેરે વસ્તુને કોઈ માણસ ચલાવે એટલે હેરફેર કરે, તે વખતે તે પાંચે ય સૂક્ષ્મ જીવો અગ્નિ, થાંભલા વિગેરેના જે સૂક્ષ્મ છિદ્રો છે, તેનાથી હતા ત્યાંના ત્યાં જ રહે છે, પણ અગ્નિ અને
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy