SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ થશે” એમ ઠાણાંગ ટીકામાં બતાવેલ છે, અને પાયન દ્વારા બાળનાર કે કોઈ બીજે છે? તે નિર્ણય કેવલિંગ છે, અને કુણનો બંધુ બલદેવ આવશ્યક નિયુકિત વિગેરેમાં “આવતી ચોવીશીમાં કુપગના તીર્થમાં સિદ્ધિપદ પામશે” એમ બતાવેલ છે, તેથી બલદેવ કોઈ બીજો જાણવો. અને કર્ણને ઠેકાણે શાસ્ત્રમાં કૃષણનામ લખેલ છે. તે પણ કોઈ બીજો જાણવો. આ કારણથી અન્યશાસ્ત્રો સાથે વિસંવાદ આવવાનો વિચાર કરી પ્રવચન સારોદ્ધાર ટીકાકારે બે ત્રણ જ ભાવી તીર્થકર જીવોનું સ્પષ્ટપણે વિવરણ કર્યું છે, બીજાઓનું ક્યું નથી, ૩-૭૩૯ પણ્ડિત શ્રીચંદ્રવિજય ગણિત પ્રશ્નોત્તરો. : તીર્થકર કેવળીનો અને સામાન્ય કેવળીનો વીર્યન્તરાય કર્મનો ક્ષય સરખોજ / થયો હોય છે. તો સામર્થમાં ન્યૂન અધિકપણું કેમ દેખાય છે? ઉત્તર:-તીર્થકર કેવળીને અને સામાન્ય કેવળીઓને વયન્તિરાય કર્મના ક્ષયથી આત્મ વીર્ય સરખું ક્યાં પણ નામકર્મના ભેદથી રૂપ, શરીર, લક્ષણ અને બાહ્ય સામગ્રીનો ભેદ હોય છે, તેથી બળમાં ભેદ છે. આ જ કારણથી સામાન્ય કેવળીઓના શરીરથી તીર્થંકરદેવનું શરીર અનન્તબળવાળું હોય છે. આમાં જુના તોલાનો દૃષ્ટાંત વિચારવો ૩-૭૪૦ પ્રશ્ન: શાતાસૂત્રપ્રથમઅધ્યયનમાં “મેઘકુમારની માતાને અકાળે મેઘનો દોહલો ઉત્પન્ન થયો” એમ કહ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમકે તે વખતે વર્ષાકાળ છે, માટે અકાળ કેમ કહ્યો? ઉત્તર:– મેઘકમારની માતાને શાતાસૂત્રમાં બતાવેલ પાંચવર્ણ વિગેરે વાળા મેઘનો દેહલો ઉત્પન્ન થયેલો છે, જે દેવોથી સાધ્ય છે, માટે વર્ષાકાળ છતાં પણ આવા સ્વરૂપવાળા વરસાદનો તો અકાળ છે. ૩-૭૪૧ મ: કોઈક શ્રાવકે “સ યોજના ઉપર જવું નહી” એવું પચ્ચકખાણ કર્યું હોય, અને તેને ધર્મને માટે અધિક જવું હોય, તો ક્લે ? કે નહિ? જે જાય તો કઈ વિધિએ જાય? ઉત્તર:-પચ્ચકખાણ કરતી વખતે વિવેક કરવો જોઈએ. પરંતુ મુખ્ય વૃત્તિએ તેમાં સંસારના આરંભનું પચ્ચકખાણ હોય છે, ધર્મજ્યનું હોતું નથી. પણ જે સામાન્યથી પચ્ચકખાણ લીધું હોય અને ધર્મને માટે જવું પડે, તો નિયમિતક્ષેત્ર ઉપર જ્યણાએ જાય અને ત્યાં ગયા પછી કોઈપણ સાંસારિક કાર્ય કરવું નહિ. ૩-૭રો.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy