SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રશ્ન: કિલ્બિલિયા દેવો પહેલા, બીજા, ત્રીજા, અને છઠ્ઠા દેવલોકની નીચે રહે છે, એમ કહ્યું છે. તેમાં અપશબ્દ કરી નીચેનો પાડો સમજવો? કે તેથી પણ નીચેનો ભાગ સમજવો? વળી બત્રીશ લાખ વિમાન વિગેરેમાં સાધારણ દેવીઓની પેઠે તેઓના પણ કેટલાક વિમાનો છે? અને વિમાનના એક ભાગમાં અથવા વિમાનની બહાર રહે છે? તેઓનો વિમાનના મધ્યમાં વસવાટ અનુચિત છે. કેમકે તેઓ ચાંડાલ જતિના છે અને વિમાનના અપાંતરાલભાગમાં ભૂમિ નહિ હોવાથી, બહાર પણ તેઓનો વસવાટ કેમ ઘટી શકે? માટે તેઓનું રહેઠાણ, ગ્રંથનો પાઠ બતાવવા પૂર્વક જણાવશો. ઉત્તર:- કિલ્બિપિયાનો વસવાટ બે દેવલોક વગેરેની નીચે કહ્યો છે, તેમાં અધ: શબ્દ નીચેના સ્થાનનો વાચક છે, પણ પહેલા પાથડાનો વાચક નથી ઘટતો; કેમકે ત્રીજા અને છઠ્ઠા દેવલોક સંબંધી કિલ્બિલિયાઓને પહેલા પાથડામાં રહેલી ત્રણ અને તેર સાગરોપમની સ્થિતિનો અસંભવ છે, તેમજ તેઓની વિમાનની સંખ્યા શાસ્ત્રમાં જોવામાં આવતી નથી. વળી બત્રીસ લાખ વિગેરેમાં તેઓના વિમાનની ગણતરી સંભવી શકતી નથી. કેમકે-તેઓનો વસવાટ દેવલોકની નીચે બતાવ્યો છે. તત્ત્વ તો સર્વજ્ઞ મહારાજ જાણે..૩-૬૭૫ પ્રશ્ન: iનિ ૩ વનિન્ગ આ ગાથાનો શબ્દપ્રમાણે અર્થ કરીએ, તો બાવળ વિગેરેનું વિદળપણું દૂર થઈ શકતું નથી, ઉલટું સ્થાપન થાય છે. કેમકે બાવળ વિગેરે સ્નેહરહિત છે. તેથી તેઓનું વિદળપણું ન થાય તેમ આ ગાથાનો ભાવાર્થ જણાવવા કૃપા કરશો. ઉત્તર:-બેદળનો સંભવ છતાં દાળ કરવામાં આવતાં પીલ્યાં છતાં જેમાં સ્નેહ-તેલ ન હોય, તે ધાન્યાદિકને પૂર્વાચાર્યો વિદળ કહે છે. દ્વિદલમાં ઉત્પન્ન થયું હોય, છતાં પણ જો સ્નેહવાળું હોય તો તે વિદળ કહેવાતું નથી, આ પ્રસ્તુત ગાથાનો ભાવાર્થ સ્પષ્ટ જ છે. તેથી બાવળ વિગેરેના કિંજમાં સ્નેહ-તેલ હોવાથી તેઓને વિદળતાનો અભાવ છે. ૩-૬૭૬ પ્રશ્ન: ઉપાસકદશાંગમાં અને યોગશાસ્ત્રમાં શ્રાવકોને પાંચ આચારના અતિચારો કેમ કહ્યા નહિ?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy