SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પ્રા: પાછલી રાત્રિએ શ્રાવકો સાધુપાસે જઈ પડિક્કમણું કરતા જોવામાં આવે છે, તેનો પાઠ કયા ગ્રંથમાં છે? ઉત્તર:-સામાચારી ગ્રંથમાં તેમ પોસહ કરવા માટે પાછલી રાત્રિએ સાધુ પાસે આવવું લખેલું જોવામાં આવે છે તે મુજબ પ્રતિક્રમણ માટે આવે, તે યુક્તિવાળું જણાય છે. ૩-૬૫૯ પ્રશ્નકોઈક-બે ઘડી વિગેરે બાકી રાત્રિ રહી હોય, તે વખતે પોસહ ઉચ્ચરે છે. અને કોઈક પડિલેહણ કર્યા બાદ કરે છે, તે બેમાં શાસ્ત્રોક્ત વિધિ કયો? ઉત્તર:-પાછલી રાત્રે પોસહકાળમાં પોસહ ઉચરવો, તે મૂળ વિધિ છે. અને તે કાલનું ઉલ્લંઘન કરવું તે અપવાદવિધાન છે.-૬૬૦ પ્રઃ “આવશ્યક-ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, અને દશ વૈકાલિક આ ચાર મૂળ ગ્રંથોનું સદા સ્મરણ કરું છું.’ કુલમંડનસૂરિજીએ કરેલ પાકૃત સિદ્ધાંતસ્તવની આ ગાથા છે. તેમાં મૂલ ગ્રંથો ઉપર્યુક્ત બતાવ્યા. અને હીરપ્રશ્નમાં કાંઈક ફેરફાર દેખાય છે, તો આ બાબત કેવી રીતે છે? ઉત્તર:-માવસર મોનિમ્નત્તિ ? વિનિત્તિ ૨ સત્તાવ રૂા. दसकालिअं ४ चउरोवि मूलगंथे सरेमि सया॥१॥ આ ગાથામાં ઘનિર્યુક્તિનો નિર્યુક્તિપણાએ આવશ્યક નિર્યુક્તિમાં સમાવેશ કરેલ હોવાથી, તેની જુદી વિવક્ષા કરી નથી. અને પિંડનિર્યુક્તિની પિડવાણઅધ્યયનથી જુદી ગણતરી કરી છે. અને હીર પ્રશ્નમાં તો ઓઘનિર્યુક્તિની છૂટક પાનાના લખાણ મુજબ તેનો ભિન્ન વિષય હોવાથી જુદી ગણતરી કરી છે. અને પિંડનિર્યુકિતની જુદી ગણતરી કરી નથી. માટે બધું યુદ્ધ છે. ૩-૬૬૧II પ્રશ્ન: “ત્રણ પ્રદક્ષિણા કરવા પૂવક મહાવીરદેવ અને ગણધરોને નમસ્કાર કરીને ઈશાનદિશામાં યોગ્યતા અનુસાર શ્રેણિક મહારાજ બેસે છે.” આ શીલભાવના સૂત્ર ગાથાના ભાવાર્થ અનુસાર જેમ મહાવીર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપવી, તેમ ગણધરોને પણ પ્રદક્ષિણા જુદી આપવી? કે નહિ? ઉત્તર:-તીર્થકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરતાં સાથે જ ગણધરોને પણ સિન પ્રશ્ન-૨૩]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy