SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પ્રશ્ન: પ્રવચન સારોદ્ધારના ત્રીજા શતકની ૩૩ મી ગાથાના સંગતિયામિ અપ્પત્તિને આ પદના વ્યાખ્યાનમાં આણંદસૂરિજીએ કહેલ છે કે :-“સાંગરી વિગેરે ન નાંખ્યા હોય, તેવો દહીંનો ઘોળ વિગેરે લ્યે છે, જે સાંગરી વિગેરે નાંખ્યા હોય, તો વિદલદોષનો સંભવ હોવાથી ઘોળ વિગેરે કલ્પે નહિ.” આ વચનના બળથી ખરતરો સાંગરીફળ અને બાવળના પઈડાને પણ વિદલપણે માને છે. આનંદસૂરિ તો વડગચ્છીય સંભળાય છે, માટે તેનું વચન કેવી રીતે આપણને પ્રમાણ ન હોય ? ઉત્તર :— આનંદસૂરિનો કરેલો ગ્રંથ તો હજુ સુધી જોવામાં આવ્યો નથી, તે જોવામાં આવે, તો તે સંબંધી વિચાર કરવો વ્યાજબી ગણાય. નહિંતર તો ન ગણાય. ॥ ૩-૬૩૯ ॥ પ્રશ્ન: પન્નવણાના બીજા પદમાં બાદર અગ્નિના અધિકારમાં વાયાવ ડુખ્ય પન્ધનું મહાવિદેતુ આ પદના વ્યાખ્યાનમાં ‘વ્યાઘાત-એટલે અતિસ્નિગ્ધકાલ અથવા અતિ લુખો કાલ હોય ત્યારે અગ્નિનો વિચ્છેદ થાય છે, તેથી જ્યારે પાંચ ભરત અને ઐરાવતમાં સુષમ-સુષમા અને સુષમ-દુષમા વર્તે છે, ત્યારે અતિસ્નિગ્ધકાલ છે, અને દુ:ષમ દુષમામાં અતિ લુખો કાલ છે, તેમાં અગ્નિનો વિચ્છેદ છે.”એમ કહ્યું છે. આ થનમાં પહેલા અને ત્રીજા આરે બાદર અગ્નિનો નિષેધ કહ્યો, બીજા આરે નહિ. તેથી બીજા આરે અગ્નિ હોય ? કે નહિ ? વળી, સુષમ-દુ:ષમામાં અગ્નિનો નિષેધ કહ્યો અને અશિસ્ત પાન ઈત્યાદિક કરી અગ્નિનો સંભવ કહ્યો, તે કેવી રીતે ઘટે ? વળી, ઉત્સર્પિણીનો બીજો આરો કેટલોક જાય; ત્યારે બાદર અગ્નિ ઉપજશે, અને કેટલોક જાશે, ત્યારે નીતિ શરૂ થશે, તે નીતિનો પ્રવર્તક કોણ થશે? 66 ઉત્તર:— પન્નવણાના પાઠ અનુસાર પહેલા, બીજા અને ત્રીજા આરામાં કાળનું અતિસ્નિગ્ધપણું કહ્યું છે, તેથી શંકા થી રહે? અર્થાત્ ન જ રહેવી જોઈએ. ત્રીજા આરામાં અતિસ્નિગ્ધપણું કહ્યું છે, છતાં તેને છેડે અગ્નિનું ઉત્થાન થાય” ઈત્યાદિ ક્શન તો અલ્પની અવિવક્ષા હોવાથી દૂષણ કરનાર નથી. “ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆતમાં પુષ્કરાવર્ત વિગેરે પાંચ મેઘો વર્ષવાથી બાદર વનસ્પતિ પ્રગટ થવાથી, બીલથી બહાર નીકળેલ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy