SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ઉત્તર:-તે ચાર હજારે કે પ્રભુ પેઠે દીક્ષા લીધી, એમ અષભદેવ ચરિત્ર વિગેરેમાં છે. ૩-૬૦૭ા પ્રશ્ન: વંદારવૃત્તિમાં લિજે ! પણ આ છંદના વ્યાખ્યાનમાં “ત્રિકોટિ પરિશુદ્ધપણાએ પ્રસિદ્ધ” આમાં ત્રિકોટિ શબ્દનો શો અર્થ? ઉત્તર:-સૂત્ર અર્થ અને તદુભય રૂપ ત્રિકોટિ અથવા કપ, છેદ અને તાપ લક્ષણ પરીક્ષા તે ત્રિકોટિ સંભવે છે.૩-૬૦૮. પ્રશ્ન: વંદનક નિર્યુત્તિમાં સર્વિલા ઈત્યાદિક ગાથામાં ભાવ સાગર આ બે શબ્દોનો નાની ટીકામાં અર્થ ક્ય નથી; તો બહટીકામાં અર્થ કર્યો છે? કે નહિ? ઉત્તર:-બહવૃત્તિમાં અર્થ કરેલ નથી, પણ ભગવતી સત્રના સોલામા શતકના બીજ ઉદેશાની ટીકામાં ગૃહપતિનો અર્થ માંડલિક રાજા અને સાગારિક શબ્દનો સામાન્ય ગૃહસ્થ અર્થ કરેલો છે. ૩-૬૦૯ ઉત્તર:- કિરાણાવલીમાં દશમા સ્વપ્નના અધિકારમાં વિર્દિ અવિ એવો પાઠ છે. આવશયક ટીકામાં તો જુદો છે. કિરાણાવલીમાં તે પાઠ ક્યાંથી લખ્યો હશે? તે જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:– આવશ્યક બૃહદવૃત્તિમાં પણ વિવારંવત આ પ્રકારે છે. તેનો અર્થ વિબુધપંકજે એટલે ખીલેલા કમળવાળું પા સરોવર છે. તેમજ કિરાણાવલિમાં જે પાઠ છે તે કલ્પચૂર્ણિથી અથવા કોઈક અંતર્વાઅથી લખેલ હશે, એમ સંભવે છે. ૩૬૧૦ પણ્ડિતશ્રી ધનહર્ષ ગણિકત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સૌધર્મદેવની પદવીની અપેક્ષાએ શાન દેવની પદવી અધિક છે, તેમ ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતરોમાં માંહોમાંહે કઈ પદવી મૂન અને કઈ અધિક છે? ઉત્તર-વ્યન્તર, જ્યોતિષ અને ભવનપતિઓને ઉત્તરોત્તર બહુલપણાથી મહર્બિકપણું છે. માટે પદવીની અધિકતા પણ તેમજ છે. ૩-૬૧૧ પ્રશ્ન: ગંગાનદીનું પાણી લવણ સમુદ્રમાં પડે છે, તેમ માનુષોત્તર પર્વત સન્મુખ જતી નદીઓનું જલ ક્યાં પડે છે?
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy