SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રશ્ન: ચક્રવર્તી અને પાંડવ વિગેરેને દેવોએ આભૂષણાદિક આપ્યું છે. તે શું પોતાના ભંડારનું હોય ? કે પોતે ઉત્પન્ન કરેલું હોય ? જે પોતાના ભંડારનું હોય તો, ખીલી વિગેરેનાં ફેરફાર દેખાય છે, તે કેવી રીતે થાય? કેમકે શાશ્વત વસ્તુઓ ફરી જાય નહિ; જે પોતે ઉત્પન્ન કરેલું હોય, તો આ અમારી સાર વસ્તુ છે, એમ વિજ્ઞપ્તિ કરી છે, તે કેવી રીતે કહી હશે? ઉત્તર :— ચક્રવતી વિગેરેને દેવો આભૂષણાદિક આપે છે. તે ઔદારિક પુદ્ગલોથી બનાવીને અપાય છે. અથવા કોઈકનું પુરાતન કાલનું પણ દ્વારિકાનગરી પેઠે સંભવે છે. ॥ ૩-૫૪૨ ॥ પ્રશ્ન પોસાતી શ્રાવકો સાંજે કાજે લીધા પછી ઉપધિ મુહપત્તિનો આદેશ માંગે છે, અને પ્રભાતે તો પહેલાંજ માંગે છે. તથા પોસહશાલા પ્રમાર્જન-વસતિપ્રમાર્જનનો આદેશ પણ સાંજે જ માંગે છે, તેનું શું કારણ ? ઉત્તર :— આ બાબતનું કારણ પ્રાયે કરી તેવી સામાચારી છે તે છે. ૩-૫૪૩॥ પ્રશ્ન: વીશ વિહરમાન જિનેશ્વરોનાં અને તેમના માતા-પિતાનાં નામો ક્યા ગ્રંથમાં છે? - ઉત્તર :— વીશે વિહરમાન જિનનાં તથા તેમના માતા-પિતાનાં નામો છુટક પાનામાં અને સ્તોત્ર વિગેરેમાં છે, તે જાણવું. ॥ ૩-૫૪૪ ॥ પ્રશ્ન: દેવો ભૂમિથી ચાર અંગુલ છેટે રહે છે, તેથી સ્પર્શતા નથી” એમ કહેવાય છે, તે ક્યાં લખ્યું છે? ઉત્તર :— દેવો પૃથ્વીતલને કોઈ ઠેકાણે પણ ફરસતા નથી, એમ સંગ્રહણી વિગેરે ટીકાનો અભિપ્રાય છે. ॥ ૩-૫૪૫ ॥ પ્રશ્ન: હાલમાં ભરતક્ષેત્રમાં મનુષ્યો અને તિર્યંચોને જાતિસ્મરણ છે? કે નહિ? જે નથી તો, ક્યારે વિચ્છેદ થયું? તેમજ અવધિજ્ઞાન હાલમાં હોય ? કે નહિ ? ઉત્તર :— વર્તમાન કાલમાં જાતિસ્મરણનો અને અવધિજ્ઞાનનો વિચ્છેદ શાસ્ત્રમાં કહ્યો નથી. ॥ ૩-૫૪૬ ॥ પ્રશ્ન: તેરમા ગુણઠાણે અને ચૌદમા ગુણઠાણે છેલ્લા બે સમય વર્જીન છ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy