SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રશ્ન : સિદ્ધોને જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્ય અનન્તુ કહ્યું છે, તે કેવી રીતે ઘટે? કેમ કે તેઓને ભિન્ન ભિન્ન એકેકનો સદ્ભાવ છે, માટે તે બાબત સ્પષ્ટ પ્રસાદિત કરશો? ઉત્તર :— જ્ઞાન વિગેરેને આવરણ કરનાર અનન્તા કર્મ પુદ્ગલોનો ક્ષય થવાથી તે જ્ઞાન વિગેરેનું અનન્તપણું બરાબર છે જ. કેમકે જ્ઞાન વિગેરે ભાવો છે. પ્રાણ રહિત જીવ પણ તેઓથી જીવે છે. માટે નિરંતર સર્વ જીવોનું જીવપણું જ્ઞાનાદિથી છે. અને જ્ઞાનાવરણનો ક્ષય થવાથી, અનન્તુ જ્ઞાન સિદ્ધને હોય છે. દર્શનાવરણીય ક્ષયથી અનન્તુ દર્શન, અને મોહના ક્ષયથી શુદ્ધ સાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. વેદનીય અને અંતરાયકર્મનો ક્ષય થવાથી અનન્તુ સુખ, અનન્તુ વીર્ય પ્રાપ્ત થાય છે, અને આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ અનન્તી પામે છે, નામ અને ગોત્રના ક્ષયથી અનન્તુ અમૂર્તપણું અને અનન્તી અવગાહના પ્રાપ્ત થાય છે. એમ સ્પષ્ટપણે દરેકનું અનન્તપણું કહેલ છે. ૩-૪૦૬ ॥ Jul : ઉવવાઈ સૂત્રમાં પન્નારે આ પદની વ્યાખ્યામાં “સાધુઓ પર્યુષિત વાલ, ચણા વગેરે વાપરે છે.” એમ કહ્યું છે, તો તેમાં પર્યુષિત શબ્દનો શો અર્થ કરવો? ઉત્તર :— સવારે રાંધેલ વાલ, ચણા વિગેરે કઠોળ મધ્યાહ્ન વિગેરે વખતે ઠંડા નીરસ અને નાશ પામેલા બની જાય તેને વષિત કહેવાય છે. કલ્પભાષ્યમાં કહ્યું કે નિાવચળામાş, અંતે અંત વ હોદ્ વાવñ- આ ટીકામાં વાવñ એટલે “વિનાશ પામેલા” એમ કહ્યું છે. તેથી અંતાહાર વિગેરેમાં સર્વ ઠેકાણે પોતાનો કદાગ્રહ છોડી રૂડી રીતે અર્થ કરવો જોઈયે. ॥ ૩-૪૦૭ ॥ પ્રશ્ન: સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને જુદી જુદી માતા હતી ? કે એક માતા હતી ? ઉત્તર:— અજિતનાથ ચરિત્રમાં કહ્યું છે કે-“ચોસઠ હજાર સ્ત્રીઓએ સહિત ચક્રવર્તી રિતસાગરમાં ખુંચેલો દેવની પેઠે રમવા લાગ્યો; તેને અંતેઉરીઓના ભોગ થકી થયેલ ગ્લાનિ જેમ પશ્ચિમના પવનથી મુસાફરોને માર્ગજન્ય ખેદ દૂર થાય, તેમ સ્રીરત્નના ભોગથી દૂર થઈ જાય છે. આ પ્રમાણે નિરંતર વૈષયિક સુખ ભોગવતાં તેને જલ્તુ વિગેરે સાઠ હજાર પુત્રો
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy