SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન: સમવસરણમાં રહેલા દેવ દેવીઓને મનુષ્યો દેખી શકે? કે નહિ? ઉત્તર:- જિનેશ્વરના સમોસરણમાં દેવ દેવીઓ મનુષ્યોને ટિગોચર થાય છે. ||ર-૨૮ના પ્રશ્ન: મનુષ્યયોનિમાં બેઈદ્રિય જીવ વિગેરે ઉત્પન્ન થાય છે, તિર્યંચયોનિમાં પણ તેમ જ છે? કે કાંઇ વિશેષ છે? ઉત્તર-તિર્યંચને આશ્રયીને શાસ્ત્રમાં કાંઈ પણ તફાવત જોયો નથી. ર-૨૮૧ . પ્રશ્ન: દેવલોકમાં જલ અને વનસ્પતિ છે, તે પૃથ્વી પરિણામ રૂપ છે? કે જલ અને વનસ્પતિ રૂપ છે? જે જળ અને વનસ્પતિ રૂપ છે, તો તેની ઉત્પત્તિ શાથી? તેમજ સુકાઈ જાય ત્યારે કચરા રૂપ થયેલાની અને નિર્માલ્ય બની ગયેલાની ત્યાં શું વ્યવસ્થા થાય? તે આગમના પાઠ પૂર્વક બતાવવા કૃપા કરશો? અને કલ્પવૃક્ષો પૃથ્વી પરિણામ રૂપ છે? કે વનસ્પતિ રૂપ છે? ઉત્તર:-પાણી અને વૃક્ષો દેવલોકમાં બન્ને પ્રકારના હોય છે, અને તેઓનું ઉપજવું તો પદ્મદ્રહોમાં જેમ થાય છે, તેમ પોત પોતાના સ્થાનથી થાય છે, તેમ જ નિર્માલ્યપણાને પામેલાં સુકાં પાંદડાં વિગેરેનું જલદી જ વિસસાપરિણામથી અથવા દેવોના પ્રભાવથી વિખરાઈ જવું થાય છે, તેથી કચરાનો ઢગ થતો નથી. આ બાબતનો પાઠ જીવાભિગમ અને જંબૂદ્વીપ પન્નત્તિ વિગેરેમાં ભોગભૂમિના વર્ણનના અધિકારમાં છે. અને દેવલોકનું પણ ભોગભૂમિપણું છે. જેમાં તેમાં કચરા વિગેરેનો અભાવ છે, તેમ દેવલોકમાં પણ અભાવ છે. એમ તત્વાર્થ વિગેરેમાં કહ્યું છે, અને લ્પવૃક્ષો વનસ્પતિ રૂપ છે. કેમકે-વસુદેવ હીડિમાં રવિદત્તાના અધિકારમાં માર્ગમાં વેરાયેલા બીજથી તેની ઉત્પત્તિ બતાવી છે. આર-૨૮રા ' પ્રશન: જીવાભિગમમાં વિજયદેવના અધિકારમાં હડતાલ, હિંગુલ વિગેરે પદાર્થો બતાવ્યા છે. તે પદાર્થો કાર્ય પડયે વપરાઈ જાય, તો તેનુ ઉપજવું શાથી થાય? ઉત્તર:–દેવલોકમાં હડતાલ વિગેરે વપરાઈ જાય, તો તેની વિસસા પરિણામથી ઉત્પત્તિ થાય છે. ર-૨૮૩ પ્રશ્ન: ૩પ૯ વિના સુત્વા પ્રત્યયનો ય આદેશ થાય કે નહિ? ઉત્તર:- વ્યય પૂર્વ છતાં પાતુ થકી પર હલ્વા પ્રત્યયનો ય આદેશ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy