SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વાક્ય પંચકલ્પચૂર્ણ વિગેરેમાં બેવામાં આવે છે, તેથી અઢાર માસ સંભવે છે. ॥ ૨-૧૭૮ ॥ પંડિતશ્રી રવિસાગર ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: ગુરુ સંબંધી શુભ (દેરી) કરાવવાના અક્ષરો ક્યા ગ્રંથમાં છે? ઉત્તર :— ગુરુમહારાજની દેરી કરાવવા બાબતના પાઠો ઘણા ગ્રંથોમાં છે, તે નીચે મુજબ જાણવા. निव्वाणं चिड़गागिड़, जिणस्स इक्खाग-सेसयाणं च । सकाथुम जिणहरे, जायग तेणाहि अग्गिति ॥ ६६ ॥ थूभस्य भाउआणं, चउवीसं चेव जिणहरे कासी । સભ્યનિયાળ પહિમા, વળ-૧માળેદ્દેિ નિમËાદ્દા આ બે ગાથા આવશ્યકનિર્યુક્તિમાં દ્વિતીય વવરિકાને છેડે છે. તેમજ-“ભરતમહારાજાએ ભો અને ભગવાનને ઉદ્દેશીને સિંહનિષદ્યા નામનું જિનમંદિર વાર્ષકિરત્ન પાસે એક યોજન લાંબું અને ત્રણ ગાઉ ઊંચું કરાવ્યું અને પોતપોતાના પ્રમાણવાળી ચોવીસ જિનની પ્રતિમા જીવાભિગમસૂત્રમાં બતાવેલ પરિવાર યુક્ત બનાવી, તેમજ, સો-ભાઇઓની (ઋષભદેવ ભગવાન સાથે) પ્રતિમાઓ અને પોતાની પ્રતિમા એમ ૧૦૦ ભૂભો કરાવ્યા. કોઇ પણ આશાતના ન કરે, તે માટે લોઢાના યંત્રપુરુષો અને દ્વારપાલો બનાવ્યા.” ઇત્યાદિક હારિભદ્રીય આવશ્યકની ટીકામાં નિવ્વાળ એ ગાથાના વ્યાખ્યાનમાં છે, તથા સો શૂભો ભાઈઓના કરાવ્યા ઇત્યાદિ ધૂમસય ભાઞાળ-આ ગાથાના વ્યાખ્યાનમાં છે, તેમજ આવશ્યક ચૂર્ણિમાં- “ભાઇની ત્યાંજ પડિમા કરાવે છે, અને પોતાની પણ ડિમા સેવા કરતી કરાવે છે, અને સો ભો (એક તીર્થંકરનો અને ૯૯ ભાઇઓના એમ સો ભૂભો) કરાવે છે, અને તેની આશાતના કોઇ ન કરે, માટે લોઢાના મનુષ્યો યંત્રમય સ્થાપ્યા.” આ પ્રકારે પૂર્વોત ગાથાના વ્યાખ્યાનમાં છે. તથા જંબૂઠ્ઠીપ પન્નત્તિમાં કહ્યું છે કે-“તે વાર પછી શક્રેન્દ્ર દેવરાજાએ ઘણા ભવનપતિ વિગેરે દેવોને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! તમો જલદી સર્વ રત્નમય બહુજ મોટા થંભોને બનાવો. એક ભગવંતની ચિતા ઉપર એક ગણધરની ચિતા ઉપર અને એક બીજા મુનિઓની ચિતા ઉપર બનાવો, તેથી તેઓએ શૂભો બનાવ્યા” ઇત્યાદિ તેમજ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy