SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પક્ષ: સામાયિકના અધિકારમાં પહેલાં ઈરિયાવહિયા પડિકમવા, તે શાસ્ત્રાનુસારી છે? કે પછી કરવા તે શાસ્ત્રાનુસારી છે? ઉત્તર:-સામાયિકમાં મહાનિશીથ સૂત્ર, હારિભકીય દશવૈકાલિક ટીકા વિગેરેના અનુસારે અને યુક્તિ પ્રમાણે તથા વિહિત પુરષોની પરંપરાને અનુસાર પહેલાં ઇરિયાવહિયા પડિક્કમી સામાયિક લેવું તે યુક્તિયુક્ત ભાસે છે. જે કે-આવશ્યક ચૂર્ણિમાં પછી ફરિયાદગાર પડિક્ષમ “પછી પણ ઈરિયાવહિયા પડિકમે” એમ બતાવ્યું છે. પણ તે તો સાધુ સમીપે સામાયિક ઉચ્ચ બાદ ચૈત્યવંદન કરવાનું પણ કહેલું છે. તેથી “તે ઈરિયાવહિયા સામાયિકના છે” એમ શી રીતે નિશ્ચય કરી શકાય? તે ચર્ણિમાં કહેલી સામાયિકની સમાચારી બરાબર સમજાતી નથી. જોકે યોગશાસ્ત્ર ટીકા, દિનકૃત્ય ટીકા વિગેરેમાં પછી “ઇરિયાવહિયા કરે” એમ બતાવ્યું છે, પણ તે તો બધે ઠેકાણે ચૂર્ણિના પાઠ ઉદ્ધરીને કહેલું છે, માટે તે ચૂર્ણિમૂલક છે, તેથી સામાયિકના ઈરિયાવહિયાનો નિર્ણય તેનાથી કેવી રીતે કરાય?ર-૧૪૦ પ્રશ્ન: ગજેરવનો શબ્દ પાણીથી ઉત્પન્ન થાય છે? કે વાયુથી ઉત્પન્ન થાય છે? કે કોઈ બીજાથી? - ઉત્તર:-ઠાણાંગ ટીકામાં ઠેક ઠેકાણે નિતરિ શબ્દોના મેઘગર્જિત એવો અર્થ કરેલ હોવાથી અને વાદળી જળમય હોવાથી ગરવ જલથી ઉત્પન્ન થાય છે, એમ સંભવે છે. વાયુસમુત્ય શબ્દો ર્નિતિ “વાયુથી ઉત્પન્ન થયેલો શબ્દ ગરવ” એવું શાસ્ત્રમાં કહેલું દેખાતું નથી. ૨-૧૪૧ / પ્રશ્ન: હાઉસ ખવે, સાદ યા પ છિના नय णं अणाइसेसी, वियाणइ एस छउमत्थो॥१॥ “અસંખ્યાતભવને કહે, અથવા-પર જે પૂછે તે કહે, તેથી બીજે મનુષ્ય “આ અતિશય વિનાના છદ્મસ્થ છે” એમ જાણી શકે નહિ.” આ ગાથા ગણધરોને આશ્રયી કહેલી છે? કે-સામાન્ય ચોદવઓને આશ્રયીને કહી છે? તેમજ અવધિજ્ઞાની સંખ્યાતા અસંખ્યાતા ભવને દેખે છે, એવી રીતે મન:પર્યવ જ્ઞાની પણ દેખે છે, અને કેવલજ્ઞાની નક્કી અનન્તભાવ દેખે છે, જાતિસ્મરણશાની તો નિયમથી સંખ્યાતાભવને દેખે એમ આચારાંગ ટીકામાં કહેલ છે. તેવી રીતે ચૌદપૂવ કેટલાભવો દેખે? અને ચૌદપૂર્વી અસંખ્યાતા ભવો જાણે છે, એવો પ્રઘોષ ચાલે છે,
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy