________________
પીત વરણ જે સ્થાપના માંહે પીતબિંદુ તેમ શ્વેત રે તેહ પખાળી પાઈએ સવિરોગનો વિલય હોત રે... પરમ૦ ૩ શ્વેત વરણ જે સ્થાપના માંહે પીત બિંદુ તસનીર રે નયન રોગ છાંટે ટળે પીતાં ટળે શૂળ શરીર રે... પરમ૦ ૪ નીલવરણ જેહ સ્થાપના રે માંહે પીતબિંદુ તે સાર રે તેહ પખાળી પાઈએ હોય અહિ વિષનો ઉતાર રે... પરમ૦ ૫ ટાળે વિસૂચિકા રોગ જે ધનલાભ હોઈ ધૃતવન્ન રે રકતવર્ણ પાસે રહ્યો મોહે માનિની કેરો મન્ન રે... પરમ૦ ૬ શુદ્ધ શ્વેત જે સ્થાપના માંહે દીસે રાતી રેખ રે ડંખ થકી વિષ ઉતરે વળી સીઝે કાર્ય અશેષ રે... પરમ૦ ૭ અર્ધરકત જે સ્થાપના વળી અર્ધપીત પરિપુષ્ટ રે તેહ પખાળી છાંટીએ હરે અક્ષિરોગને દુષ્ટ રે... પરમ૦ ૮ જંબુ વર્ણ જે સ્થાપના માંહે સર્વ વર્ણના બિંદુ રે સર્વ સિદ્ધિ હોય તેથી મોહે નરનારીના છંદ રે... પરમ૦ ૯ જાતિપુષ્પ સમ સ્થાપના સુતવંશ વધારે તેણ રે મોર પીચ્છ સમ સ્થાપના વાંછિત દીયે ન સદેહ રે... પરમ૦ ૧૦ સિદ્ધિ કરે ભય અપહરે પારદ સમ બિંદુ તે શ્યામ રે મૂષક સમ જે સ્થાપના તે ટાળે અહિવિષ ઠામ રે... પરમ૦ ૧૧ એક આવર્ત બલ દીયે બિહું આવર્તે સુખ ભંગ રે વિહું આવર્તે માન દીયે ચિહું આવર્તે નહિં રંગ રે... પરમ૦ ૧૨ પંચ આવર્તે ભય હરે છ આવર્તે દીયે રોગ રે સાત આવર્તે સુખ કરે વળી ટાળે સઘળા રોગ રે... પરમ૦ ૧૩ વિષમ આવર્તે સુખ-ફળ ભલું સમ આવર્તે ફલહીન રે ધર્મનારી હોય છેદથી એમ કહે તત્વ પ્રવીણ રે... પરમ૦ ૧૪ જે વસ્તુમાં સ્થાપીએ દક્ષિણ આવર્તે તેહ રે તેહ અખૂટ સઘળું હુવે કહે વાચક જસ ગુણ ગેહ રે... પરમ૦ ૧૫
૬૯૬
સક્ઝાય સરિતા