SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ ! પુણ્યના ફળ જોજ્યો.... ૯ સઘળું કુટુંબ પુરૂં થયું રે હવે કહીશું કેહને જાય દુર્ગધ ઉડ મનુષ્ય લોકની રે હવે જાય અમારી બલાય રે... ભાઈ પુણ્યના ફળ જોજ્યો.... ૧૦ ઉદયરત્ન વાચક કહે રે દેવલોકની એ સઝાય ભણે ગણેને સાંભળે રે તેના ભવ ભવના પાતક જાય... ભાઈ પુણ્યના ફળ જોજ્યો.... ૧૧ [] ૪૨૫. સુમતિ-કુમતિના સંવાદની સઝાય ઢાળ ૧ : હો દુરમતડી ! વેરણ થઈ લીધો રે મારા કંથને હો પુરપતની ! શીયલ-સિથિલ કીધો રે સંગીત સંતને તેને મમતા માતાયે જાઈ છે તું તો દૂત પણામાં ડાહી છે તું તો વાઘણ થઈને વાહી છે ૧ તું તો મિથ્યાચારની બેટી છે તું તો કપટપણાની પેટી છે તું તો લોભ સંઘાતે લેટી છે ૨ મોહમદિરાપ્યાલો પાયો છે મારો નાથ તિણે ભરમાવ્યો છે તેં સુકૃતખજાનો ખાયો છે ૩ તે ૫ટ કેળવણી કીની છે વળી વાત કરે બહુ ઝીણી છે પણ ગુણ ઠાણે ગુણહીણી છે ૪ મારો કંથપાસમાં પાડ્યો છે મારો વિવેકપુત્ર વિણસાડ્યો છે મારો સુકૃતમિત્ર તેં તાડ્યો છે ૫ તારો માન પુત્ર મનખારો છે એ તો દુર્મતિ કેરો ધાર્યો છે એ તો પાપીને | મન પ્યારો છે ૬ કહે દુર્મતિ દોષ નહિં માહરો, મેં તેડ્યો નહિ સ્વામી તારો એ તો ઉપાધિતણો છે ઉપચારો... હો દુરમતડી૭ ઢાળ ૨ ? હો સુમતિજી ! મુજને એવડો દોષ દીઓ શા માટે ? હો જગજનની ! ઉલટ ચાલતો આવે અમ ઘેરે વાટે // સક્ઝાય સરિતા ૬૯૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy