SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨. નિયાણું નિવારક સજ્ઝાય સુધા સાધુજી રે, તુમે નિયાણું નિવારો; નિયાણું કરીને તુમે, તપ સંયમ કાં હારો. ૧ પંદરમા અધ્યયને પ્રગટ, વીર વધે એમ વાણી; સંજય માંહી મ ધરો સંશય, ખરા તો ગુણી ખાણી. ૨ મંત્ર જંત્રના ભામા છોડી. છોડો રાગ ને રોષ; પરિષહે પગ પાછા મ ધરો, દૂર કરો વિ દોષ. ૩ પરિચય ગૃહસ્થ તણો પરિહરીએ, અરસ નિરસ લ્યો આહાર; પૂજાર્દિક વંછો મા ક્યારે, એ ઉત્તમ આચાર. ૪ સાવધ ભાષા નિત્ય પરિહરજો, ધરજો નિર્મળ ધ્યાન; વિષય કષાય વિકથા વર્જીને, કરો આગમજ્ઞાન. ૫ એણી પેરે સાધુ આચારે, જે ચારિત્રીયો ચાલે; ખરી ક્રિયાનો ખપ કરે તો, મુક્તિપૂરીમાં મ્હાલે. ૬ સમિતિએ સમિતા ગુપ્તિએ ગુપ્તા, સત્તાવીશ ગુણધાર; ઉદયરત્ન કહે એહને મેરો, નિત્ય હોજો નમસ્કાર. ૭ [X] ૩૮૩. નિંદાની સજ્ઝાય નિંદા ન કરજો કોઈની પારકી રે નિંદાના બોલ્યા મહાપાપ રે વૈર-વિરોધ વાધે ઘણો રે નિંદા કરતો ન ગણે માય ને બાપ રે...નિંદા૦ ૧ દૂર બળતી કાં દેખો તુમે રે પગમાં બળતી દેખો સહુ કોય રે પરના મેલમાં ધોયાં લુગડાં રે હો કેમ ઉજળાં તે હોય રે... નિદા૦ ૨ આપ સંભાળો સહુકો આપણો રે નિંદાની મૂકો પડી ટેવ રે થોડે-ઘણે અવગુણે સહુ ભર્યા રે કેહનાં નળીયાં ચુએ, કેહનાં નેવરે.. નિદા૦ ૩ નિંદા કરે તે થાયે નારકી રે તપ-જપ કીધું સહુ જાય રે નિંદા કરો તો કરજો આપણી રે જેમ છુટક બારો થાય રે... નિંદા૦ ૪ ગુણ ગ્રહેજો સહુ કો' તણા રે જેહમાં દેખો એહ વિચાર રે કૃષ્ણ પરે સુખ પામશો રે સમયસુંદર સુખકાર રે... નિદા૦ ૫ ૬૫૬ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy