________________
ક્રિયા કરત ધરતું હે મમતા, યાહી ગલેમેં ફાસી. પરમ૦ ૭ ક્રિયા બિના જ્ઞાન નહિ કબહું, યિા જ્ઞાન બિનું નાહી; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહતે હૈ, જ્યાં જલ-રસ જલમાંહી. પરમ૦ ૮ ક્રિયા મગનતા બાહિર દીસત, જ્ઞાન શકિત જસ ભાંજે, સદ્ગુરુ શીખ સુને નહી કબહું, સો જન જનમેં લાજે. પરમ૦ ૯ તત્ત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકલ સૂત્ર કી કૂંચી, જગ જસવાદ વદે ઉનહી કો, જૈન દશા જસ ઊંચી. પરમ૦ ૧૦
૩૬૭. સાચા જનજ્યની સઝાયો (૨) જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી. જુઓ૦ ૧ જુઓ જુઓ જંબુસ્વામી, બાળ વયે બોધ પામી; તજી ભોગ રિદ્ધિ જેણે, તછ આઠ નારી. જુઓ૦ ૨ ગજસુકુમાલ મુનિ, ધખે શિર પર ધૂણી;
અડગ રહ્યા તે ધ્યાને, ડગ્યા ના લગારી. જુઓ૦ ૩ કોશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થૂલભદ્ર; વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી. જુઓ૦ ૪ સતી તે રાજુલ નારી, જગમાં ન જોડી એની; પતિવ્રતા કાજે કન્યા, રહી તે કુંવારી. જુઓ૦ ૫ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણું કષ્ટ વેઠ્યું તોયે, ડગ્યા ના લગારી. જુઓ૦ ૬ વિજયશેઠ ને વિજયાનારી, કચ્છદેશે બ્રહ્મચારી; કેવલીએ શીલ વખાણું, સંયમે ચિત્ત આપ્યું. જુઓ. ૭ સુદર્શનને અભયારાણીએ, ઉપસર્ગ કીધો ભારી; શૂળીનું સિંહાસન થયું, સંયમે મનડું વાળી. જુઓ૦ ૮
સઝાય સરિતા
૬૪૩