________________
રાત્રે પંખી ન ખાયે ધાન, માણસ હૈયે ન દીસે સાન. ૨૧ સૂરજ સરીખો આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લોક જ હોયે જેહ, રાત્રિ ભોજન ન કરે તેહ. ૨૨ ગૌતમ પૃચ્છાને અનુસાર, એહ સજઝાય કરી શ્રીકાર; પંડિત હર્ષસાગર શિષ્યસાર, શિવસાગર કહે ધર્મ વિચાર. ૨૩
૩૬૪. જીવદયાની સજઝાયો (૨) ગજભવે સસલો ઉગારીયો રે, કરૂણા આણી અપાર; શ્રેણીકને ઘેર ઉપન્યો રે, અંગજ મેઘકુમાર ચતુરનર ! જીવદયા ધર્મસાર, જેથી પામીયે ભવનો પાર. ચતુર૦ ૧ વીર વાંદી વાણી સુણી રે, લીધો સંયમ ભાર; વિજય વિમાને ઊપચો રે, સિઝશે મહાવિદેહ મોઝાર. ચતુર૦ ૨ નેમિ પ્રભુ ગયા પરણવા રે, સુણી પશુડાનો પોકાર; પશુડાની કરૂણા ઉપની રે, તજ્યા રામતી નાર. ચતુર૦ ૩ શરણે પારેવો ઉગારીયો રે, જુઓને મેઘરથ રાય; શાંતિનાથ ચક્રી થયા રે, દયા તણે સુપસાય. ચતુર૦ ૪ માસખમણને પારણે રે, ધર્મરૂચિ અણગાર; કીડીઓની કરૂણાએ કર્યો રે, કડવા તુંબડાનો આહાર. ચતુર૦ ૫ સર્વાર્થસિદ્ધમાં ઉપન્યા રે, સિદ્ધયા વિદેહ મોઝાર; ધર્મઘોષના શિષ્ય થયા રે, રૂડી દયા તણા એ પસાય. ચતુર૦ ૬ અર્જુનમાલી જાણજો રે, લીધો સંયમ ભાર; કર્મ છ માસે ક્ષય કરી રે, પહોતા મુગતી મોઝાર. ચતુર૦ ૭ દેવકીનંદન સોહામણા રે, નામે તે ગજસુકુમાલ; ધગધગતી સગડી સહી રે, આણી દયા રે અપાર. ચતુર૦ ૮ ધર્મરત્ન સુરતરૂ સમો રે, જે હની શીતલ છાંય; સેવક જન નીત સેવ રે, એહ છે મુક્તિનો દાય. ચતુર૦ ૯
સઝાય સરિતા
૬૪૧