SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ નયરી રાજગૃહીમાં ફરે, શુદ્ધ ગષણ આહાર રે, આષાઢાભુતિ ગાઈએ, પામીએ પરમ આણંદો. ૧ ફરતાં ફરતાં આવીયા, નાટકીયાને દ્વાર રે; } નાટકણી ઉભી થઈ, પ્રણમે તે વારંવાર રે. ૨ મોદક હોરાવીને કહે, સાંભળ તું અણગાર રે; બાલપણે સંયમ કર્યું, ભોગવો ભોગ વિલાસ રે. ૩ લલચાણો મુનિ મોદકે, પધિની પડીયો પાસ રે; સદગુરુ શીખ હૈયે ધરી, નારી રહ્યો આવાસરે. ૪ ભુવનસુંદરી, જયસુંદરી, સાથે કેલી કરંત રે; મદિરા માંસ નિવારતો, વિચરે એણી પેરે સંત રે. ૫ અન્ય દિવસ પરદેશીયા, વાદિ આવ્યા જાણ રે; જીત્યા તે સહ દેખતાં, ઉતાર્યો તસ માન રે. ૬ પાછળ દોડે કામિની, અભક્ષ્ય અપેયને ખાય રે; તે પંખી પાછા વળ્યા, સદ્ગુરુ પાસે જાય રે. ૭ પુનરપિ સંયમ આદર્યું, સુરલોકે સુર થાય રે; પ્રેમવિજય કવિરાયનો, જિનવિજય ગુણ ગાય રે. ૮ [3] ૧૫. આનંદ શ્રાવકની સઝાચ ઋદ્ધિથી ભરપૂર ને રૂડું વણિક ગામ પ્રજા પુત્રસમ પાળતો જીતશત્રુ રાજન ૧ તે નગરીમાં નેત્રને આનંદકર આનંદ વસતો શોભા શી કહું જાણે ભૂપર ચંદ ૨ ગાથાપતિ આનંદની શિવનંદા શુભ નાર રૂપવંત નીતિવંત ને પતિવ્રતા હિતકાર ૩ સોળ ક્રોડ સોનાતણા સિકકા આનંદ પાસ ચાર ક્રોડ વ્યાજે ફરે ચાર ખજાને ખાસ ૪ ઘર વખરીમાં ચાર ચાર ક્રોડ વ્યાપાર નાણું એમ વળી હતાં ગોકુળ ચાર શ્રીકાર ૫ કયો જેને આજે દીસે આવો વૈભવવંત સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy