________________
સુરજ ઉગે ને આથમે તેમ પલપલ આયુ કપાય... જંજાળી. ૧ ઘર ઘર સળગતી હોળીને જોઈ જીવડા કંઈક વિચાર ધર્મ વિહૂણા જીવડા પામે દુ:ખ અપાર... જંજાળી. ૨ સમજ સમજ મન માનવી દીવો લઈ પડે કેમ કૂપ કરમ ન મૂકે કોઈને ભલે હોય મોટો ભૂપ... જંજાળ૦ ૩ જગમાં સુખીયો કો નહિં ઘર ઘર કરજે ખોજ મતલબીયા સૌ સંસારમાં લડતા-ઝગડતા રોજ... જંજાળી. ૪ મા જાણે મારો દીકરો કરશે માહરી સેવ દુ:ખ વેઠીને મોટો ક્યોં હૈયે ધરતી તેજ... જંજાળી. ૫ પુત્ર હરખે પરણાવીયો વહુઅર આવી ઘેર મતલબ નિજ સરકતાં થકાં માતા-પિતા લાગે ઝેર... જંજાળી૬ ધસમસી ધન ભેગું કર્યું ન ગણ્યા પુણ્ય ને પાપ તે ધનનો માલિક પુત્ર થયો મા બાપને આપે તે ખાય... જંજાળી. ૭ માતા પિતાને લાગ્યા ધમકાવવા બેસી રહો તુમ ઠોર ટકટક કરવાની ટેવ જ પડી પુત્ર વધુનું વધ્યું જોર.. જંજાળી, ૮ સાસુની સામે ધરકે વહુ પુત્ર મારવા ધાય બે આંખે આંસુ સારતાં માતપિતા અકળાય... જંજાળી, ૯ કોઈ માતપિતાની લાડકી કરતી નિત્ય કલ્લોલ આવી આશા ભરીને સાસરે પામીશ સુખ અમૂલ... જંજાળી, ૧૦ પણ તેને પતિ પાપી મળ્યો ભટકતો ચારે કોર સીતમ અતિ ગુજારતો કામ ધંધાનો ચોર... જંજાળી. ૧૧ સદ્ગુણી સતી વહુ સાંપડી પણ સાસુ છે વિકરાળ નિત્ય વહુને સંતાપતી દેતી ખોટાં આળ... જં જાળી૧૨ ધમ પછાડા કરી ધમકાવતી કરતી શોર બકોર તાળા કુંચી જ્યાં ત્યાં કરે વદતી વચન કઠોર... જંજાળી. ૧૩ કોઈ ઘેર ભાઈ-ભાઈ વચ્ચે અંતરમાં ઉડાવેર એક બીજાનું નિત્ય ખોદતા વરતાવે કાળો કેર... જંજાળી. ૧૪ દેરાણી જેઠાણીના દિલમાં ઈષ્યનો નહિં પાર પતિ મારે નિજ પત્નીને અંતરમાં સળગતી લ્હાય... જંજાળી૧૫
// સક્ઝાય સરિતા
પ૭૩