SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ આખર જાવું એકલું રે, અવસર પહોંચે જામ રે. પ્રાણી. ૬ એકાકીપણું આદર્યું રે, મૂક્યું મિથિલા રાજ, વલય દટાતે બૂઝીયો રે, ત્યાગી થયો નમિ રાજ રે. પ્રાણી૭ - ૨૪૪. શીયલની સજઝાયો (૧) શીયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રે. શીયલ૦ ૧ વ્રત પચ્ચકખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ શિયલ તણે બલે, ગયા તેહ રે. શીયલ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શીયલ૦ ૩ તરૂવર મૂળ વિના જિસ્યો, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શીયલ૦ ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલ જ ધરજો રે; ઉદયરત્ન કહે તે પછી, વ્રતનો ખપ કરજો રે. શીયલ૦ ૫ ૨૪૫. શીયલની સજઝાયો (૨) તે તરીયા ભાઈ તે તરીયા, જે નારી સંગથી ડરીયા રે; તે ભવસમુદ્રને પાર ઉતરીયા, જઈ શિવ-રમણી વરીયા રે. ૧ સ્થૂલભદ્રને ધન્ય જે જઈને, વેશ્યાને ઘર રહીયા રે; સરસ ભોજન ને વેશ્યા રાગિણી, પણ શીલે નવિ ચલીયા રે. ૨ સીતા દેખી રાવણ ચલીયા, પણ સીતા નવિ ફરીયા રે; રહનેમિ રાજુલને મલીયા, પણ રાજુલ નવિ પડીયા રે. ૩ રાજુલે તેહને ઉદ્ધરીયા, તે પણ શિવઘર મલીયા રે; રાણીએ ક્રોડ ઉપાય તે કરીયા, સુદર્શન નવિ ચલીયા રે. ૪ ક્ષપકશેણીમાંહે તે ચઢીયા, કેવલ ધરણી વરીયા રે; ૫૩૬ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy