________________
એણે આકારે લોક રે પુદ્ગલ પૂરીઓ જિમ કાજળની કુંપળી એ.. ૩ ધર્મ અધર્મ આકાશ રે દેશ પ્રદેશ એ જીવ અનંતે પૂરીઓ એ... ૪ સાતરાજ દેશો ન રે ઉર્ધ્વ તિરિય મળી અધો લોગ સાત સાધિકું એ... ૫ ચૌદ રાજ ત્રસ નાડી રે ત્રસ જીવાલય એક રજજુ દીર્ઘ વિસ્તર એ... ૬ ઉર્ધ્વ સુરાલય સાર રે નિરય ભુવન નીચે નાભી નરતિરિ દો સુરા એ... ૭ દીપ-સમુદ્ર અસંખ્ય રે પ્રભુમુખ સાંભળી રાય ઋષિ શિવ સમજીએ એ... ૮ લાંબી પહોળી પણયાલ રે લખ જોયણ લહી સિદ્ધ શિલા શિર ઉજળી
એ... ૯ ઉચો ધનુસયતનરે તેત્રીસ સાધિકે સિદ્ધ યોજનને છેહડે એ... ૧૦ અજર અમર નિકલંક રે નાણદંસણમય તે જોવા મન ગહગહે એ... ૧૧
દુહા વાર અનંતી ફરસીઓ છાલી વાટક ન્યાય નાણ વિના નવિ સાંભરે લોક ભ્રમણ ભડવાય.. ૧ રત્નત્રય વિહું ભુવનમે દુલહા જાણી દયાળ બોધિયણ કાજે ચતુર આગમખાણ સંભાળ... ૨
ઢાળ ૧૧ : દશ દષ્ટાંતે દોહિલો રે લાધો મણુએ જ મારો રે દુલહો અંબર ફુલ ક્યું રે આરજ ઘર અવતારો રે... મોરા જીવન રે બોધિભાવના ઈગ્યારમી રે ભાવો હૃદય મઝારો રે... મોરા જીવન રે ૧ ઉત્તમ કુલ તિહાં દોહિલો રે સગુરૂ ધર્મ સંયોગો રે પાંચે ઈદ્રિય પરવડાં રે દુબ્રહો દેહ નીરોગો રે... મોરા જીવન રે ૨ સાંભળવું સિદ્ધાંતનું રે દોહિલું તસ ચિત્ત ધરવું રે સૂધી સદુહણા ધરી રે દુષ્કર અંગે કરવું રે.... મોરા જીવન રે ૩
૫૩૨
સક્ઝાય સરિતા