SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ જોગ ચંચળતા તજવા સંચરી રે, કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન પરિસહ બાવીશ શૂરપણે સહે રે, ઉપસર્ગે નહીં દીન... ગુણિ૦ ૫ દશવિધ ધર્મધૂરા ધોરી પરે રે સંયમ રથ વડનાર માનાપમાને સમ મુનિ મન ધર રે પામવા ભવજલ પાર... ગુમિત્ર ૬ કરમ ગહનવન દહન ઋષીશ્વરૂ રે ધ્યાન શુક્લ કરી નાશ આતમ ઋદ્ધિ અનંતી સાધવા રે, કરે મુનિ જોગ અભ્યાસ. ગુમિત્ર ૭ ખિમાવિજય જિન ઉત્તમ પવથી રે, વિજય પદે મનોહાર રૂપવિજય કહે એ મુનિ વંદતા રે, સુખ જસ લચ્છી ઉદાર... ગુણિ૦ ૮ દુહો પંચ સમિતિ સમિતા, મુનિ, ત્રણ ગુમિ પ્રતિપાળ, પ્રેમે પ્રણમું તેહના, ચરણ કમલ રણકાળ... ૧ ઢાળ ૯ : આજ સફળ દિન મુનિ મને મળીયા, ટળીયા પાપના ચાળા રે મહાવ્રત ધારી મહા ઉપકારી, ખટ જીવના રખવાળા રે... આજ૦ ૧ ઈરિયા સમિતિવંત મહામુનિ, જ્ઞાન ધ્યાન રસ રાતા રે ખટ કારણે મારગ ચાલતા, ત્રસ થાવરના ત્રાતા રે... આજ૦ ૨ જ્ઞાની ધ્યાની મોની મુનીવરા, ભાસા સમિતિ સમિતા રે પંચ પ્રકાર સઝાય સદા કરે, ઠંડી પુગલ મમતા રે... આજ૦ ૩ દોષ બેંતાલીશ વર્જિત મુનિવર અંતર્પત આહારી રે સાધ્ય સાધવા દેહને દમતા, હું જાઉ બલિહારી રે... આજ૦ ૪ પુદ્ગલ ખંધ ગ્રહણ મંચનતા, દ્રવ્ય સદા મુનિ કરતા રે ભાવે નવ નવી પરિણતિ ધરતા, સાધ્ય ભાવ અનુસરતા રે... આજ૦ ૫ પરમ અહિંસક ભાવને ભજતા, તજતા અમંતા માયા રે મન વચ કાય ગુમિ દ્રવ્ય ભાવે, અનુસરતા મુનિરાયા રે.. આજ૦ ૬ અધ્યાતમ પરિણતિ સાધન ગ્રહી, ઉચિતાચારે ચાલે રે જિન આણા આરાધક સાધક, મુનિ સંજમમાં મહાલે રે.. આજ૦ ૭ જિન ઉત્તમ મુખ પદ્મવચન રસ, જેહપીયે નરનારી રે /સક્ઝાય સરિતા ૫૦૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy