SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવિજય પંડિત તણો એ બુધ માણેકવિજય મન ભાય... સફલદિન આજનો એ ૯ ૨૧૭. પાંચમની સઝાયો (૧) સદ્ગુરૂ ચરણ પસાઉલે રે લાલ પંચમીનો મહિમાય રે હો આતમ વિવરીને કહિથ્થુ સુણો રે લાલ સુણતાં પાતક જાય રે હો આતમ - પંચમી તપ પ્રેમે કરો રે લાલ.. ૧ મન શુદ્ધ આરાધતાં રે લાલ તૂટે કર્મ નિદાન રે હો આતમ ઈહ ભવ સુખ પામે ઘણાં રે લાલ પરભવ અમર વિમાન રે હો આતમ પંચમી તપ પ્રેમે કરો રે લાલ.. ૨ સયલ સુત્ર રચના કરી રે લાલ ગણધર હુઆ વિખ્યાતરે હો આતમ જ્ઞાને કરીને જાણતાં રે લાલ સ્વર્ગ-નરકની વાત રે હો આતમ પંચમી તપ પ્રેમે કરો રે લાલ... ૩ ગુરૂ જ્ઞાન કરી દીપતા રે લાલ તે તરીયા સંસાર રે હો આતમ જ્ઞાનવંતને સહુ નમે રે લાલ ઉતારે ભવપાર રે હો આતમ - પંચમી તપ પ્રેમે કરો રે લાલ... ૪ અજુઆળી પક્ષ પંચમી રે લાલ કરો ઉપવાસ જગીશ રે હો આતમ નમો નાણસ્સ ગુણણું ગણો રે લાલ નવકારવાળી વશ રે હો આતમ પંચમી તપ પ્રેમે કરો રે લાલ... ૫ પંચ વરસ એમ કીજીયે રે લોલ ઉપરવળી પંચ માસ રે હો આતમ શક્તિ અનુસારે ઉજવો રે લાલ જેમ હોય મનને ઉલ્લાસ રે હો આતમ પંચમી તપ પ્રેમે કરો રે લાલ... ૬ વરદત્ત ને ગુણમંજરી રે લાલ તપથી નિર્મલ થાય રે હો આતમ કીર્તિવિજય ઉવક્ઝાયનો રે લાલ કાંતિવિજય ગુણ ગાય રે... પંચમી તપ પ્રેમે કરો રે લાલ... ૭ ૨૧૮. પાંચમની સઝાયો (૨) (ઢાળ-૫) ઢાળ ૧ ૨. શ્રી વાસુપૂજ્ય જિનેશ્વર વયણથી રે રૂપ કુંભ કંચન મુનિ દોય ૪૫૮ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy