________________
૧૨
આ ગતિ કર્મ આશ્રવ થકી, જિમ ગરનાળેથી રેલ. સાંભળો૦ ૨ પરસ્પર દોય બાંધવા, પ્રીતિ બની જલખીર;
ભૂમિ અરણ્ય દોય નીસર્યા, આવ્યા તટિનીને તીર. સાંભળો૦ ૩ નિરખે કૌતુક જલ તણાં, તવ પેખી પેટી ખાસ;
ચર જલ ભીતર પેસી ગ્રહી, આણી શેઠની પાસ. સાંભળો૦ ૪ તવ બોલ્યા દોય બાંધવા, વસ્તુ હશે માંહિ જે; આધો આધ તે વહેંચીને, લેશું આપણે તેહ. સાંભળો૦ ૫ પરઠી ઈમ પેટી તણી, મુદ્રા ઉઘાડી જામ; જનમ માત્ર સોહામણાં, દીઠાં બાલક તામ. સાંભળો૦ ૬ તવ હરખી દોય બોલીયા, એકને પુત્રની ખોટ; પુત્રી ખોટ છે એકને, એમ વહેંચ્યાં દોય જોટ. સાંભળો૦ ૭ નિરખી નિજ નિજ બાળને, દીઠી મુદ્રિકા દોય; કુબેરદત્ત ને કુબેરદત્તા, નામ લિખિત માંહિ સોય. સાંભળો૦ ૮ તવ તિહાં નામ તેહી જ ઠવ્યાં, સોંપ્યા નિજ ઘેર જાય; લાડ લડાવે ઉત્સંગમાં, અનુક્રમે મોટેરા થાય સાંભળો૦ ૯ જોબન વય તે પામ્યા જદા, અતિરૂપ લાવણ્ય હોય;
સરખી જોડી તે નગરમાં, ન મલે નિરખતાં કોય. સાંભળો૦ ૧૦ દોય જણે મન ચિંતવી, પરણાવ્યા તવિ તેહ;
વિધિએ રચના એસી હુઈ, વાધ્યો અધિક સનેહ. સાંભળો૦ ૧૧ હસે રમે ક્રીડા કરે, ભોગવે ભોગ રસાલ;
એક દિન બેઠા ગવાક્ષમાં, ચોપાટ ખેલે વિશાલ. સાંભળો૦ ૧૨ સારી સારતાં ઠુમરીએ, વીંટી વરણ ગ્રહ્મા તામ;
નામ દોય એક જાણીયા, વદન પડી તવ ઝાંમ. સાંભળો૦ ૧૩
દુહા અહો ! વિધાતા મુઝ એહનું, એક જ દીસે રૂપ, સર્વ ચિહ્ન એક જ અ છે, વય પણ સરખી અનૂપ. ૧
કુલ એક જ તરૂવર તણાં, એક ઉદરે ઉત્પત્ય, લિંગની બંધવ સંભવે, એ સહી દીસે સત્ય. ૨
સજ્ઝાય સરિતા