________________
મૂલ્ય આપ્યું પણ મત લીયોજી મત લીયો કરી અંતરાય વહોરતાં થંભ ખંભાદિકે ન અડો થિર થવો પાય... સૂઝતા૦ ૯ એણીપરે દોષ સવિ છાંડતાંજ પામીયે આહાર જો શુદ્ધ તો લીયે દેહ ધારણ ભણીજી અણલહે તો તપવૃદ્ધિ... સૂઝતા. ૧૦ વયણ લજજા તૃષા ભૂખનાજી પરીષહથી થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયા પડિક્કમીજી નિમંત્રસાધુ ને નિત્ય...
સૂઝતા૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈજી પડિક્કમી ઈરિયાવહી સાર ભોજન દોષ સવિ છાંડીને છ સ્થિર થઈ કરવો આહાર... સૂઝતા. ૧૨ દશવૈકાલિક પાંચમેજી અધ્યયને કહ્યો એ આચાર લાભવિજય ગુરૂ સેવતાંછ વૃદ્ધિવિજય જયકાર. સૂઝતા. ૧૩
ઢાળ ૬ : ગણધર સુધર્મા ઈમ ઉપદિશે સાંભળો મુનિવર છંદ રે સ્થાનક અઢાર એ ઓળખો જેહ છે પાપના કંદ રે... ગણધર૦ ૧ પ્રથમ હિંસા તિહાં છાંડીએ જૂઠ નવિ ભાખીએ વયણ રે તૃણ પણ અદત્ત નવિ લીજીએ તજીએ સહિ મેહુણ સયણ રે...
ગણધર૦ ૨ પરિગ્રહ મૂછ પરિહરો નહિ કરો ભોયણ રાતિ રે ઇંડો છકાય વિરાધના ભેદ સમજી સહુ ભાંતિ રે... ગણધર૦ ૩ અકથ્ય આહાર ન લીજીયે ઉપજે દોષ જે માંહિ રે ધનુના પાત્ર મત વાવરો ગૃહી તણાં મુનિવર પ્રાંહી રે... ગણધર૦ ૪ ગાદીએ માંચીએ ન બેસીએ વર્જીએ શય્યા પલંગ રે રાત રહીએ નવિ તે સ્થળે જિહાં હોવે નારી પ્રસંગ રે... ગણધર૦ ૫
સ્નાન મજજન નવિ કીજીયે જિણે હોય મનતણો થોભ રે તેહ શણગાર વળી પરિહરો દંત નખ કેશતણી શોભ રે... ગણધર૦ ૬ છઠે અધ્યયને એમ પ્રકાશીયો દશવૈકાલિક એહ રે લાભવિજય ગુરૂ સેવતાં વૃદ્ધિવિજય લક્ષ્યો તેહ રે... ગણધર૦ ૭
૪૨ ૨
સઝાય સરિતા