________________
૧૦
હારે તસ મધ્ય મેરૂથી દક્ષિણ દિશી અભિરામ જો; ભરત નામે છે. ક્ષેત્ર તેહીજ સહુકો શિરે લો. ૨ હાંરે તિહાં નિરૂપમે શોભિત નયરી મથુરા નામ જો; દેખી રે તસ અલકા ભય વલખા કરે રે લો; હારે મારે ગઢ-મઢ મંદિર કૂપ તટાક ને તીર્થી જો; દ્રવ્યે રે તસ આગે શ્રી અંબુ ભરે રે લો. ૩ હારે મારે રાજ કરે તિહાં અરિમર્દન મહારાજ જો; ભયથી રે તસ અરિ સહુ ગિરિ ડરીને ભજે રે લો; હાંરે મારે દાને માને ધ્યાને જાણ સુજાણ જો; રૂપે રે જસ આગે હરિ મનમાં લજે રે લો. ૪ હાંરે મારે તે નયરીમાં અપરિગ્રહિતા એક જો, નામે રે તસ કુબેરસેના ઈમ જાણીયે રે લો; હાંરે મારે રાતી માતી ફૂડ કપટનો કોટ જો, કડવી રે મધ્યે બાહ્ય મીઠી વાણીએ રે લો. ૫ હારે મારે દુય કામના સૈન્ય ચઢાવણ હાર જો, વધે રે દગના શરઅબ્રહ્મચારીને રે લો; હારે મારે આ ભવ અપજશ રડવડે દ્રમક સમાન જો, પરભવમાં તે પામે નરકની બારીને રે લો. ૬ હારે મારે લોભે વાહી ન ગણે નીચ ને ઉચ જો; ખૂટે રે ધન ત્રુટે જનમની પ્રીતડી રે લો; હારે મારે એક ગ્રહે એક છડે દિન ઈમ રાત જો, જાણે રે જગ સહુ એ વેશ્યા રીતડી રે લો. ૭ હારે ઈમ રસભર રમતા તે વેશ્યાને કુખ જો; એક દિવસ ઉત્પત્તિ થઈ બિહુ બાલની રે લો, હાંરે તે દિન કેતા ઈમ રહેતા અશુચિમાંહિ જો, પોહતી રે સ્થિતિ તેહને પૂરણ કાળની રે લો. ૮ હારે તવ પ્રસવ્યા વેચે બેહુ બાળકની જોડ જો; અભિનવ ને રૂપાળા સુત અને સુતા રે લો, હાંરે ગ્રહ પૂછે પંડિત એમ બોલ્યો મુખ વાણ જો;
સજ્ઝાય સરિતા