________________
ઢાળ ૨૭ :
વીર ગોયમને ઈમ કહે અવિનીત ઉવેખો સીસજી
વાંકા બળદ તણી પરે કામવેલા આણે રીસજી... વીર ગોયમને૦ ૧
સમોલ તે ભાંખે જોતર્યા વલી સાહમાં માંડે સીંગજી
તિમ સાહમું બોલે ઘણું એમ અવિનયથી ગુણભંગજી... વીર ગોયમને૦ ૨ આળસુઆ અકહ્યાગરા છાંડી જાયે નિજ નિજ છંદજી
પોષ્યા ગુરૂઈ વલી શીખવ્યા પણ તે ન ધરે ગુણવૃંદજી... વીર ગોયમને૦ ૩ બળદને ઉવેખી રહે જેમ સારથી સુખસમાધિજી
તેમ ગુરૂ પણ અવિનીતને ઉવેખી કારજ સાધેજી... વીર ગોયમને૦ ૪ શ્રી વિજયદેવ ગુરૂ પાટવી જ્યો શ્રી વિજયસિંહ ગણધારજી અધ્યયને સગવીસમેં લહ્યો ઉદય કહે સુવિચારજી... વીર ગોયમને૦ ૫
ઢાળ ૨૮ :
વર્ધમાન જિનવર કહે Ēસણ-નાણ-ચારિત્ર રે
અધ્યયને અડવીસમે જિણપાલે થાયે પવિત્ર રે.. વર્ધમાન જિ૦ ૭૦ ૧ નાણપંચવિહ વરણવ્યું આઠે તે સમકિત ભેદ રે
ભેદ આઠ ચારિત્રના તપગુણ બારહ ભેદ રે... વર્ધમાન જિ૦ ૬૦ ૨ નાણી ભાવ સવે લહે હંસણ સહે તેહ રે
ચારિત્ર પાતક આવતાં વારે નિ:સંદેહ રે... વર્ધમાન જિ૦ ૬૦ ૩ પાપમેલ લાગો હુવે તે શોધે તપશુદ્ધ રે
ઈમ એ ચાર પ્રભાવથી મુનિ હુવે પરમ વિબુદ્ધ રે... વર્ધમાન જિ૦ ૭૦ ૪ વિજયદેવ પટધર જ્યો વિજયસિંહ મુનિરાય રે
તાસ શિષ્ય ઈમ વિનવે ઉદયવિજય ઉવજ્ઝાય રે... વર્ધમાન જિ૦ ૬૦ ૫
ઢાળ ૨૯ :
સોહમ જંબુને કહે મે જિનપાસે વિચાર
સુણીય ઓગણત્રીસમે અધ્યયને સુખકાર રે... સમકિત આદરો ૧ તિહુંત્તર બોલ ઉદાર રે વલી કિરિઆ ધરો...
પ્રથમ બોલ સંવેગનો બીજા તે નિર્વેદ
ત્રીજો રૂચિ ધર્મહતણી હવે ચથાદિક ભેદ રે... સમકિત આદરો ૨
૪૧૨
સજ્ઝાય સરિતા