________________
એણે પાયો ચંપો ને પાયો મોગરો રે લોલ... વળી પાયો ડોલરનો છોડ રે... રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
કુંવર વીણે ડોલરનાં ફુલડાં રે લોલ, ફુલ વિગંતાં કરડ્યો કાળો નાગરે... નાગ કરડ્યોને કુંવર પડી ગયો રે લોલ, એના પડતા તે ઉડ્યા પ્રાણ રે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
ત્યાં તો નગર નિશાળિયાં નિસર્યા રે લોલ, એ તો આવ્યા સતીની પાસ રે બાઈ રે પરદેશન તારો બેટડો રે લોલ, તારા કુંવરીયાને કરડ્યો કાળો નાગરે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
સતી રોતાં કકળતાં નિસર્યા રે લોલ, એ તો આવ્યાં કુંવરીયાની પાસ રે કોણ ઝાલે કુંવરની પાલખી રે લોલ, કોણ લઈને આવે શ્મશાન રે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ...
એને નથી કાકો નથી બાંધવો રે લોલ, એને નથી મામા કે મોસાળ રે સતી હવે રોહિતના નામને રે લોલ ખંતીલો ખાંપણ વિના જાય રે રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ..
સતીએ લીધો કુંવરને બાથમાં રે લોલ, એણે લીધી શ્મશાન કરી વાટ રે ત્યાં તો આવી નગરની એક ડાંકણીરે લોલ એણે માગ્યાં શ્મશાન કેરાં દામરે રાજા હરિશ્ચંદ્ર વેચાણા સત્ય કારણે રે લોલ..
સતી વિણે છાણાં ન વિણે લાક્કાં રે લોલ એતો ખડકે કુંવરની સેજ રે સતીએ સઘળાં તે અંગ એમાં ખોલીયાં રે લોલ એનાં આવ્યા શ્મશાન કેરા દામ રે રાજા હરિશ્ચંદ્ર વેચાણ સત્ય કારણે રે લોલ...
૧૦ સતીએ પોઢાવ્યા કુંવરને ચેહમાં રે લોલ એને જમણે અંગુઠે દીધો દાહ રે ત્યાં ઈદ્ર સિંહાસન કંપીયું રે લોલ દેવ આવ્યા કુંવરની પાસ રે
૩૮૦
સઝાય સરિતા