SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ભવિ તુમે જોજો રે સંસારી નાતરાં રે, એક ભવે હુઆ અઢાર. એહવું જાણીને દૂરે નિવારજો રે, જિમ પામો સુખ અપાર. ભવિ૦ ૨ નગરમાં મોટું રે મથુરા જાણિયે રે, તિહાં વસે ગણિકા એક, કુબેરસેના રે નામ છે તેહનું રે, વલસે સુખ અનેક. વિ૦ ૩ એક દિન રમતાં પરશું પ્રેમમાં રે, ઉદરે રહ્યું ઓધન, પૂરણ માસે પ્રસવ્યું જોડલું રે, એક બેટો, બેટી સુજાણ. ભવિ૦ ૪ વેશ્યા વિમાસે આપણને ઘેર રે, કુણ જાળવશે એ બાળ; ક્ષણ ક્ષણ જોવા ધોવાં ને ધવરાવવાં રે, કુણ કરે સાર સંભાળ ભવિ॰ પ એહવું વિમાસી રે પેટીમાં લઈ રે, ઘાલ્યા બાળક દોય; માહે તે મેલી નામાંકિત મુદ્રિકા રે, જમુનામાં વહેતી રે આવી સૌરીપુરે રે, તવ તિહાં આવ્યાં રે દોય વ્યવહારિયા રે, નદી કાંઠે હર્ષ અપાર. વિ૦ ૭ દૂરથી દીઠી રે પેટી આવતી રે, હૈડે વિમાસે દોય; નદીમાં ચલાવે સોય વિ૦ ૬ વહાણું વાયું તે વાર; ૬ એહમાં જે હોશે રે તે આપણ બિહું રે, વહેંચી લેશું સોય. ભવિ૦ ૮ બોલ બધ ક્રીયા રે દોય વ્યવહારિયે રે, પેટી કાઢી તે બહાર; પેટી ઉપાડીને છાની સોડમાં રે, લેઈ આવ્યા નગર મોઝાર. ભવિ૦ ૯ પેટી ઉઘાડી તેમાં નિહાળતા રે, દીઠાં બાળક દોય; મનમાં વિચારે રે દોય વ્યવહારિયા રે, શું જાણે પુર કોય ભવિ૦ ૧૦ જેને સુત નહિં હતો તેણે બેટો લીયો રે, બીજે બેટી હો લીધ; મુદ્રિકા મેળે રે નામ કુબેરદત્ત દિયો રે, કુબેરદત્તા વળી દીધ વિ૦ ૧૧ અનુક્રમે વાધ્યાં રે દોય ભણ્યા ગણ્યા રે, પામ્યા જોબન સાર; માત તાતે જોઈને પરણાવિયાં રે, વિલસે સુખ અપાર. ભવિ૦ ૧૨ ઢાળ ૨ એક દિન બેઠા માળિયે રે લાલ, નરનારી મળી રંગ રે રંગીલા અંત સાર પાસે રમતાં સોગઠે રે લાલ, આણી મનમાં ઉમંગરે ૨૦ ૧ આવોને પિયુડા આપણ ખેલિયે રે, કહું છું ઘણી મનોહાર રે; ૨૦ હાસ્ય વિનોદ કરે ઘણાં રે લાલ, માને નિજ ધન્ય અવતાર રે. ૨૦ આવોને૦ ૨ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy