SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃત કરણી કોગળા રે મુખે વદીયે સત્ય બોલ અરિહંત જાપ હિયડે ધરૂ રે અમઘર એ રંગરોલ રે કોશ્યા ! અમ૦ ૧૦ સુખ શય્યાએ પોઢીએ રે હિંચીયે હરખ હિંડોલ ધૂપ ઘટી અતિ મહમહે રે અમઘર એ રંગરોલ સ્યુલિભદ્ર ! અમ૦ ૧૧ સંયમ સુંદર સુંદરી રે પાસે કરતી કલ્લોલ જ્ઞાન દીપક દીપે સદારે અમઘર એ રંગરોલ રે કોશ્યા ! અમ૦ ૧૨ સોમવિમલ પંડિત તણો રે કોશા સ્યુલિભદ્ર બોલ પ્રીતિવિમલ કહે પ્રાવીયા રે તસઘર નિત્ય રંગરોલ રે ભવિકા ! તસઘર૦ ૧૩ ૧૯૫. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૧૨)(ઢાળ-૯) દુહા સુખ સંપત્તિ દાયક સદા, પાયક જાસ સુરેન્દ્ર, શાસન નાયક શિવગતિ, વંદુ વીર નિણંદ... ૧ જંબુદ્વીપના ભરતમાં, પાટલીપુર નૃપનંદ, સકડાણ મંત્રી તસુ પ્રિયા, લાલદે સુખકંદ... ૨ નાગર નાત શિરોમણી, નવ તેને સંતાન; સાત સુતા સુત દોય છે, વંશ વધારણ વાન... ૩ સ્થૂલિભદ્ર ભોગી ભ્રમર, મુનિવરમાં પણ સિંહ; વેશ વિલુદ્ધો તે સહિ, ન ગણે રાત ને દિન... ૪ કનક ટકા તેણે વાવય, સાડી બાર કોડી; વર્ષ બાર વોલી ગયા, પણ છતાં ન શકે છોડી... ૫ શકડાળ મહું તો તીણે સમે, કવીશ્વર દુહવ્યો કોય; તે માટે મરવું પડ્યું, તે જાણે સહુ કોય... ૬ શ્રીયક બંધવ તીણે સમે, પામી નૃપ આદેશ; થુલીભદ્રને તેડવા, આવ્યો--મંદિર વેશ... ૭ હકીકત તેહની સાંભળી, સ્થૂલિભદ્ર કહે સુણ નાર; આજ્ઞા જો આપો તુમે, જઈ આવું એક વાર... ૮ ઢાળ ૧ તમને મારા બાપના સમ, જાવા નહિં દઉલ રે; સઝાય સરિતા ૩૪૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy