SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્ત જોડી હવે વિનવું, ખારા પ્રાણ જીવન; બાર વરસની પ્રીતડી, યાદ કરો તમે મનજી. હાથ૦ ૨ ૨ ચેત ચેત કોશ્યા સુંદરી, શું કહું વારંવાર; આ સંસાર અસાર છે, નથી સાર લગારજી. સાર્થક કરો હવે દેહનું. ૨૩ જન્મ ધરી આ સંસારમાં, નવિ ઓળખ્યો ધર્મજી; વિધ વિધ વૈભવ ભોગવ્યા, કીધા ઘણાં કુકર્મજી. સાર્થક. ૨૪ તે સૌ ભોગવવું પડે, મૂઆ પછી તમામ; અધર્મી પ્રાણીને મલે નહિ, શરણું કોઈ ઠામ. સાર્થક. ૨૫ સિન્ધ રૂપી સંસારમાં, માનવ મીન રૂપ ધાર; જંજાળ જાલ રૂપી ડગડગે, કાળરૂપી મચ્છીમારજી. સાર્થક૦ ૨ ૬ વિષય રસ વહાલો ગણી, લીધાં સુખ અપારજી; ધર્મનાં કાર્ય કર્યા નહીં, રાખી ભોગની આશજી, ઉદ્ધાર કરો મુનિ હવે માહરો. ૨૭ વ્રત ચૂકાવવા આપનું, કીધાં નાચ ને ગાનજી; છેડ કરી મુનિવર આપની, બની છેક અજ્ઞાન). ઉદ્ધાર૦ ૨૮ બાર વરસ સુખ ભોગવ્યાં, ખરચ્યાં ખૂબ દીનારજી; તો પણ તૃમિ થઈ નહિ, ધિક્ ધિક્ મુજ ધિક્કાર. ઉદ્ધાર ૨૯ શ્રેય કરો મુનિવર માહરું, બતાવી શુભ શાનજી; ધન્ય છે મુનિવર આપને, દિસો મેરૂ સમાનજી. ઉદ્ધાર૦ ૩૦ છોડી મોહ સંસારનો, ધારો શિયલ વ્રત સારજી; તો સુખ-શાંતિ સદા મળે, પામો ભવજલ પારજી. સાર્થક૦ ૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શકટાળ તાતજી; ધન્ય સંભૂતિ વિજય મુનિ, ધન્ય લાછલદે માતજી, | મુકત કરી મોહજાળથી. ૩૨ આજ્ઞા આપો હવે મુજને, જાઉ મુજ ગુરુ પાસજી; ૩૪૨ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy