________________
• ૧૮૭. સ્થૂલભદ્રજી અને કોશ્યાની સઝાયો (૪) એક દિન કોણ્યા ચિત્ત રંગે, બેઠી છે મનને ઉમંગે, પાંચ સાત સાહેલી સંગે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે; આવે આવે લાછલદેનો નંદ રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે. ૧ આજ મારે મોતીડે મેહ વૂક્યાં, દેવ દેવી સર્વે મુજ તુઠયાં;
| મેં તો જીવન નયણે દીઠા રે. સ્થૂલિ૦ ૨ આવી ઉતર્યા ચિત્રશાલી, રૂડા રત્ન જડી રઢીયાળી;
માં મણીયા મોતીની જાલી રે. સ્થૂલિ૦ ૩ પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચોસઠ શાકની જાત;
' તો યે ન ધરી વિષયની વાત રે, સ્થૂલિ૦ ૪ કોણ્યા સજતી સોળ શણગાર, કાજલ કુમકુમ ને ગળે હાર;
પગવટ અંગૂઠી વિછૂયા સાર રે. સ્થૂલિ૦ ૫ દ્વાદશ ધપમપ માદલ વાજે, ભેરી ભેગલ વિણા ગાજે;
એમ રૂપે અપ્સરા વિરાજે રે. સ્થૂલિ૦ ૬ કોશ્યાએ વાત વિષયની વખાણી, સ્થૂલિભદ્ર હૃદયે નવિ આણી;
હું તો પરણ્યો સંયમ પટરાણી રે. સ્થૂલિ૦ ૭ એહવા બહુવિધ નાટક કરીયા, સ્થૂલિભદ્ર હૃદયે નવિ ધરીયાં;
સાધુ સમતારસના, દરિયા રે. સ્થૂલિ૦ ૮ સુખો એવો જીવે અનુભવ્યો, કાળ અનંતો એમ ગમ્યો;
તોયે તૃમિ જીવ ન પામ્યો રે. યૂલિ૦ ૯ વેશ્યાને કીધી સમક્તિ ધારી, વિષયસુખના રસથી નિવારી
એવા સાધુને જાઉં બલિહારી રે. સ્થૂલિ. ૧૦ એહવે પુરું થયું ચોમાસુ, સ્થૂલિભદ્ર આવ્યા ગુરુ પાસ;
દુષ્કર દુષ્કર વ્રત ઉલ્લાસ રે. સ્થૂલિ૦ ૧૧ નામ રાખ્યું છે જગમાંહે, ચોરાશી ચોવીશી માહે;
સાધુ પહોચ્યા છે દેવલોક માંહે. ધૂલિ૦ ૧૨
/સઝાય સરિતા
૩૩૭