SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ હવે ૧૭૩. સુબાહુકુમારની સજ્ઝાય સુબાહુકુમાર એમ વિનવે, અમે લઈશું સંજમભાર, માડી મોરી રે; મા મેં વીરપ્રભુની વાણી સાંભળી, તેણે મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે. હવે હું નહિ રહું આ સંસારમાં. ૧ હાંરે જાયા તુજ વિના સૂના મંદિર માળિયા, જાયા તુજ વિના સુનો સંસાર રે; જાયા મોરા રે, માણેક મોતી ને મુદ્રિકા, કાંઈ ઋદ્ધિ તણો નહિ પાર જાયા મોરા રે. તુજ વિના ઘડીયન નિસરે. ૨ જોબન કારમું, હારે માજી તનધન કારમો કુટુંબ પરિવાર માડી મોરી રે; હે, સગપમાં કુણ કારમા તેથી મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે. હવે હું૦ ૩ હાંરે જાયા સંજમ પંથ ઘણો આકરો, જાયા વ્રત છે ખાંડાની ધાર, જાયા મોરા રે; બાવીશ પરિસહ જીતવા, જાયા રહેવું છે વનવાસ જાયા મોરા રે. તુજ૦ ૪ હાંરે માજી વનમાં તે રહે છે મૃગલાં, તેની કોણ કરે છે સંભાળ,માડી મોરી રે રે; વન મૃગની પરે ચાલશું, અમે એકલડા નિરધાર માડી મોરી રે. હવે હું ૫ હાંરે જાયા શિયાળે શીત શીત બહુ પડે, જાયા ઉનાળે લૂ વાય જાયા મોરા રે; જાયા વરસાલો અતિ આકરો, કાંઈ ઘડીએ વરસ સો જાય જયા મોરા રે તુજ૦ ૬ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy